Surat News: શહેરમાં એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ,લિંબાયત વિસ્તારમાં શનિવારના રોજ સવારે એક પિતા પોતાની ત્રણ માસની પુત્રીને રમાડી રહ્યા તે દરમિયાન તેમણે પુત્રીને હાથમાંથી ઉછાળતા છતના ચાલુ પંખાની પાંખ માસુમના માથામાં વાગતા તેણીને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાઈ હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
દીકરીને વહાલ કરવા હવામાં ઉછાળી
વિગતો મુજબ, સુરતના લિંબાયત ખાનપુરા વિસ્તારમાં રહેતા મસરૂદ્દીન શાહ કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને પરિવારમાં 3 સંતાન છે. શનિવારે મસરૂદ્દીન તેની સૌથી નાની 3 માસની બાળકી ઝોયાને ઘરમાં રમાડી રહ્યો હતો. આ દરમિયાન તેણે બાળકીને વહાલ કરવા માટે હવામાં ઉછાળી. ત્યારે છતમાં રહેલા પંખાની ધાર બાળકીને માથામાં વાગી ગઈ હતી. જેથી બાળકી ત્યાં જ ફસડાઈ પડી હતી.
માથામાં પંખો વાગ્યો
ત્રણ માસની જોયાને ગંભીર હાલતમાં સારવાર અર્થે સ્મીમેર બાદ ખાનગી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે, આ બાદ તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં અને પછી સિવિલમાં લઈ જવામાં આવી જોકે રવિવારે બાળકીનું ICU વોર્ડમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે હવે સમગ્ર મામલે લિંબાયત પોલીસે મોતની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ