સિંહણનો માતૃત્વ પ્રેમ..!સિંહણે પોતાના ઘાયલ બચ્ચાંને સારવાર કરાવવા માટે પથદર્શક બની..શું છે અનોખો કિસ્સો?

અમરેલી(Amreli): અમરેલીના લાઠી-લીલીયાના ભોરિંગડા અનામત જંગલમાં સિંહણ(Lioness)ના માતૃત્વનો અનોખો અનુભવ વન વિભાગના કર્મચારીઓને થયો હતો. પોતાના ઘાયલ બચ્ચાંને સારવાર મળી રહે તે માટે સિંહણે જ વન કર્મચારીને રસ્તો ચિંધ્યો હતો અને બચ્ચાંને સમયસર સારવાર પહોંચાડી હતી.
સિંહણના માતૃ હ્રદયનો અનુભવ
રવિવારે મધર્સ ડે ઉજવાયો હતો અને માતાના મહિમાને સમાજે બિરદાવ્યું હતું અને ત્યારે જ જંગલમાં માતા સિંહણે પોતાના ઘાયલ થયેલા બચ્ચાંને સમયસર સારવાર મળી રહે તે માટે અનોખું કાર્ય કર્યું હતું. સિંહણના માતૃ હ્રદયનો આ અનુભવ લાઠી લીલીયા પંથકમાં ભોંરીગડા જંગલમાં થયો હતો.
વન કર્મચારીઓ ભોરિંગડા જંગલની બોર્ડર પર પહોંચ્યા
પ્રાપ્ત માહિતી મુજબ વન વિભાગના કર્મચારીઓ રાત્રે 8 વાગ્યે જંગલમાં પેટ્રોલિંગ કરવા નિકળ્યા હતા. વન્ય પ્રાણીઓની જાળવણી અને અવલોકન કરવા માટે આ વન કર્મચારીઓ ભોરિંગડા જંગલની બોર્ડર પર પહોંચ્યા હતા. બે કર્મચારીઓને વન વિભાગના અધિકારીએ પગપાળા જંગલમાં મોકલ્યા અને કોઇ પ્રાણી છે કે નહીં તે ચકાસવા જણાવ્યું. પગપાળા ગયેલા કર્મચારીઓએ જાણ કરીને અહીં કોઇ પ્રાણી નથી પણ રસ્તા પર એક મારણ કરેલું છે જેથી વન વિભાગના કર્મચારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
અધિકારીએ સિંહણ તરફ ટોર્ચનો પ્રકાશ ફેંક્યો
વન વિભાગના કર્મચારીઓએ જ્યારે તપાસ કરી તો દુર ઝાડીમાં એક સિંહણ અને તેની સાથે બે બચ્ચાં બેઠેલા જોવા મળ્યા હતા. વન અધિકારીએ સિંહણ તરફ ટોર્ચનો પ્રકાશ ફેંક્યો તો સિંહણે માથું ઉંચું કર્યું હતું અને તે કંઇક શોધતી હોય તેવું વન વિભાગના અધિકારીઓને લાગ્યું.
ટોર્ચનો પ્રકાશ ફેંકતા સિંહણ પણ ઉભી થઇ
સિંહણ જે દિશામાં વારંવાર માથુ ફેરવતી હતી તે દિશામાં અધિકારીએ ટોર્ચનો પ્રકાશ ફેંકતા સિંહણ પણ ઉભી થઇ હતી અને દોડવા લાગી. તેની સાથે અન્ય એક બચ્ચું પણ દોડવા લાગ્યું. જેથી વન વિભાગનો કાફલો પણ સિંહણની પાછળ પાછળ ગયો. અડધો કિલોમીટર દુર જઇને શેતલ નામની આ સિંહણ ઉભી રહી ગઇ. તેની સાથે રહેલું બચ્ચું દોડીને ત્યાં ઘાયલ અવસ્થામાં પડેલા અન્ય એક બચ્ચાં પાસે જતું રહ્યું. માતા સિંહણ પણ ત્યાં પહોંચી.
વન વિભાગનો કાફલો તુરત જ ઘાયલ બચ્ચાં પાસે પહોંચ્યો અને તેની સારવાર કરી. લોહીલુહાણ બચ્ચાંનું રેસ્ક્યું કરી તેની સારવાર કરાઇ ત્યાર સુધી તેની માતા શેતલ દુર બેસી રહી હતી. માતૃત્તવનો આ કિસ્સો સાંભળી લોકો પણ અચંબિત થઇ ગયા હતા.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ