December 19, 2024
KalTak 24 News
Entrainment

સ્વરા ભાસ્કરે બોયફ્રેન્ડ ફહાદ અહેમદ સાથે કર્યા લગ્ન, સાઉથ ઈન્ડિયન લુકમાં જોવા મળી અભિનેત્રી,PHOTOS થયા વાયરલ

Bollywood News: બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર(Swara Bhasker) હાલ પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. અભિનેત્રીએ ગયા મહિને સમાજવાદી પાર્ટીના નેતા ફહાદ અહમદ(Fahad Ahmed) સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. હવે અભિનેત્રીએ ફરી એકવાર રીતિ-રિવાજથી લગ્ન કર્યા છે. જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા(Social Media) પર શેર કરી છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ(Viral) થઇ રહી છે.

સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે નજીકના સંબંધીઓ અને સગા-સંબંધીઓ વચ્ચે ધામધૂમથી લગ્ન કર્યા. જેની તસવીરો અભિનેત્રી સ્વરા ભાસ્કરે પોતાની ઈન્સ્ટા સ્ટોરી(Instagram Story) પર શેર કરી છે, જેમાં તે મેહરૂન અને ગોલ્ડન કલરની સાડી(Saree)માં ખૂબ જ સુંદર જોવા મળી રહી છે. આ સાથે તેણીએ મેહરૂન જ્વેલરી કેરી કરી છે.

સાઉથ ઇન્ડિયન દુલ્હન બની સ્વરા ભાસ્કર
સ્વરા ભાસ્કરે આ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે, જેમાં તે મરુન અને ગોલ્ડન કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. સાથે જ તેને હાથોમાં મહેંદી, લાલ બંગડી, નાકની વીંટી, કપાળની પટ્ટી અને વાળમાં ગજરો લગાવ્યો છે અને સાઉથ ઇંડિયન દુલ્હન બની છે. જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે કોર્ટ મેરેજ કર્યા હતા.

સ્વરા હવે કોર્ટ મેરેજના 18 દિવસ પછી એકવાર ફરી લગ્ન કરવા જઈ રહી છે. સ્વરા ભાસ્કર અને ફહદ અહેમદ આગામી અઠવાડિયે ગ્રેંડ લગ્ન કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ કપલની 11 થી 16 માર્ચ થનારી પ્રી વેડિંગ ફક્શનમા હલ્દી, મેહંદી અને સંગીત સેરેમની પણ હશે અને પછી આ જોડી ટ્રેડિશનલી લગ્નના બંધનમાં બંધાય જશે. 

અભિનેત્રીએ શેર કરેલી તસવીરોમાં તે પતિ ફહાદ અહેમદ સાથે જોવા મળી રહી છે. બંને ઘણા ખુશ જોવા મળી રહ્યા છે. અભિનેત્રીએ દિલ્હીમાં તેની નાનીના ફાર્મહાઉસમાં તેના સંબંધીઓ અને નજીકના મિત્રો વચ્ચે લગ્ન કર્યા હતા. લગ્નના આ ખાસ દિવસે કર્ણાટક સંગીત ફંક્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 15 માર્ચે કવ્વાલી સેરેમની યોજાશે, જેમાં તેના નજીકના સંબંધીઓ અને મિત્રો હાજરી આપશે અને 16 માર્ચે દિલ્હીમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવશે.

અભિનેત્રી સ્વરા અને ફહાદની મુલાકાત વચ્ચે વર્ષ 2019ના ડિસેમ્બરમાં પ્રોટેસ્ટ દરમિયાન ઓળખાણ થઈ, પછી મિત્રતા અને બાદમાં આ મિત્રતા રિલેશનશિપમાં ફેરવાઈ ગઈ. બંને વચ્ચે મુલાકાત વધવા લાગી અને ત્યારબાદ તેઓએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. ફહાદ અહમદ સમાજવાદી પાર્ટીનો નેતા છે અને મહારાષ્ટ્ર સપા યુવાજન કમિટીનો પ્રદેશ અધ્યક્ષ છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

 

Related posts

સિદ્ધાર્થ શુક્લાના બર્થ ડે પર શહેનાઝ ગિલ થઇ ઇમોશનલ,આ ખાસ પોસ્ટ શેર કરી

KalTak24 News Team

Vikrant Massey: વિક્રાંત મેસી નિવૃત્તિ નહીં પણ વિરામ લઈ રહ્યા છે, રિટાયરમેન્ટ પર વિક્રાંત મેસીએ 24 કલાકમાં જ ફેરવી તોડ્યું

Mittal Patel
Advertisement