December 18, 2024
KalTak 24 News
Entrainment

BREAKING NEWS/ પૂનમ પાંડે જીવિત છે….: મોતની અફવાઓ પર પૂર્ણવિરામ, Video શેર કરીને કર્યો મોટો ખુલાસો;ગઈકાલે સામે આવ્યા હતા નિધનના સમાચાર

Poonam Pandey News

Poonam Pandey News: એક્ટ્રેસ-મોડેલ પૂનમ પાંડે (Poonam Pandey)ને લઈને ગઈકાલે સમાચાર સામે આવ્યા હતા કે, તેનું સર્વાઇકલ કેન્સર કારણે નિધન થઈ ગયું છે. પૂનમ પાંડેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ દ્વારા આ જાણકારી આપવામાં આવી હતી. ત્યારે આજે પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો શેર કરીને સ્પષ્ટતા કરી છે કે, ‘હું અહીં છું, જીવંત છું’.

વીડિયોમાં શું કહ્યું પૂનમ પાંડેએ..
એક્ટ્રેસ-મોડેલએ કહ્યું કે, ‘કેમ છો? હું પૂનમ પાંડે. મારા સમાચારથી જે લોકોની લાગણી દુભાઈ છે અને દુ:ખી થયા છે તેઓની હું માફી માગુ છું. મારો હેતુ બધાને એ વાત પર ચોંકાવી દેવાનો હતો જેના વિશે આપણે વાત કરતા નથી. જે સર્વાઈકલ કેન્સર છે. હા, મારા મોતના સમાચાર ખોટા હતા. પરંતુ તેનાથી અચાનક બધા સર્વાઈકલ કેન્સર વિશે વાત કરવા માંડ્યા છે. શું તમે નથી કરી? આ એવો રોગ છે તે શાંત રીતે તમને મારી નાખે છે. આથી આ રોગ વિશે તાત્કાલિક વાત કરવી જરૂરી છે. મને એ વાતનું ગૌરવ છે કે મારા મોતના સમાચારથી આ ધ્યેયને મેં હાસલ કરી લીધું છે. જે લોકોને સવાલ છે તેના હું જવાબ પણ આપીશ.’

 

 

View this post on Instagram

 

A post shared by Poonam Pandey (@poonampandeyreal)


શું કહ્યું વીડિયોમાં

વીડિયોમાં તે કહે છે કે, હું તમારા બધા સાથે કંઈક મહત્વપૂર્ણ શેર કરવા માટે મજબૂર અનુભવું છું – હું અહીં છું, જીવંત છું. સર્વાઇકલ કેન્સરે મને મારી નથી, પરંતુ દુ:ખદ રીતે, તેણે હજારો મહિલાઓના જીવ લીધો છે. જેઓ આ રોગનો સામનો કેવી રીતે કરવો તે અંગેના જ્ઞાનના અભાવના કારણે મોતને ભેટે છે. કેટલાક અન્ય કેન્સરથી વિપરીત, સર્વાઇકલ કેન્સર સંપૂર્ણપણે અટકાવી શકાય તેવું છે. અમારી પાસે એ સુનિશ્ચિત કરવાના સાધનો છે કે કોઈ પણ વ્યક્તિ આ રોગથી પોતાનો જીવ ન ગુમાવે. ચાલો નિર્ણાયક જાગૃતિ સાથે એકબીજાને સશક્ત કરીએ અને ખાતરી કરીએ કે દરેક મહિલાને લેવાના પગલાં વિશે જાણ કરવામાં આવે. સર્વાઈકલ કેન્સરથી બચવા શું કરી શકાય તે વિશે વધુ ઊંડાણપૂર્વક જાણવા માટે બાયોમાંની લિંકની મુલાકાત લો. ચાલો સાથે મળીને રોગની વિનાશક અસરનો અંત લાવવાનો પ્રયત્ન કરીએ.

સર્વાઇકલ કેન્સર શું છે?

સર્વાઇકલ કેન્સર સ્ત્રીઓના સર્વિક્સ કોષોમાં એટલે કે ગર્ભાશયના નીચેના ભાગમાં વિકસે છે. સર્વાઇકલ કેન્સરના કેસ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યા હોવાથી, લોકોમાં આ કેન્સર વિશે માહિતી અને નિવારણની સમજનો અભાવ છે. તમને જણાવી દઈએ કે 20 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને સર્વાઇકલ કેન્સરથી બચવા માટે રસીકરણ અને નિયમિત ચેકઅપ કરાવવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ જાણકારીના અભાવે લોકો એવું કરતા નથી. તેથી, સર્વાઇકલ કેન્સરના કેસ ભારતમાં તેમજ વિશ્વભરમાં ઝડપથી વધી રહ્યા છે.

સર્વાઇકલ કેન્સરના લક્ષણો શું છે?

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સર્વાઈકલ કેન્સર એક ખાસ પ્રકારના એચપીવી અને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઈન્ફેક્શનને કારણે થાય છે. એચપીવી વાસ્તવમાં માનવ પેપિલોમા વાયરસનું એક જૂથ છે, જેમાં 14 થી વધુ વાયરસ વિવિધ પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે. 70 ટકા સર્વાઇકલ કેન્સર માટે આ વાયરસ જૂથના બે પ્રકાર જવાબદાર હોવાનું કહી શકાય. જો કે, સર્વાઇકલ કેન્સરના લક્ષણો સામાન્ય રીતે બહુ સ્પષ્ટ હોતા નથી અને તેથી જ તેને વહેલાસર ઓળખવું મુશ્કેલ છે. તેના લક્ષણોમાં યોનિમાંથી અસામાન્ય રક્તસ્રાવ, યોનિમાંથી અસામાન્ય પ્રવાહી સ્રાવ, વજનમાં ઘટાડો, પીઠના નીચેના ભાગમાં સતત દુખાવો અને શૌચ કરવામાં મુશ્કેલીનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે મહિલાઓ આ લક્ષણો પર ધ્યાન આપતી નથી અને તે કેન્સરનું ગંભીર સ્વરૂપ બની જાય છે.

 

 

 

Related posts

શું મલાઈકા અરોરા જલ્દી જ મિસિસ કપૂર બનવાની છે !, અર્જુન કપૂર ના મેરેજ પ્રપોઝ પર એક્ટ્રેસે પાડી ‘હા’ ??

KalTak24 News Team

VIDEO: સાઉથ અભિનેતા અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી, જાણો શું છે સમગ્ર મામલો

Mittal Patel

બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી,ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ, જાણો સમગ્ર મામલો

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં