Heeramandi: સંજય લીલા ભણસાલીની આગામી સીરીઝ હીરામંડીઃ ધ ડાયમંડ બજાર રિલીઝ થયા બાદથી જ ચર્ચાનો વિષય બની છે. હવે આ સીરીઝને દેશમાં જ નહીં વિશ્વભરમાં વખાણવામાં આવી રહી છે. હવે સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાનની ફિલ્મમાં મુન્નીનું પાત્ર ભજવનાર હર્ષાલી મલ્હોત્રામાં હીરામંડીના આલમઝેબનો લુક રિક્રિએટ કર્યો છે.
હર્ષાલીની વીડિયો લોકોને આવ્યો પસંદ
હર્ષાલી મલ્હોત્રાએ સીરીઝમાં આલમઝેબની ભૂમિકા ભજવી રહેલી શર્મિન શેગલના ઈન્ટ્રો ગીત ‘દીવાના બના દીજીએ’ પર એક વીડિયો બનાવીને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં હર્ષાલીએ આલમઝેબ જેવો જ લુક અપનાવ્યો છે.
View this post on Instagram
યૂઝર્સે મધુબાલા સાથે તુલના કરી
વીડિયો જોઈને યૂઝર્સ હર્ષાલીની પ્રશંસા કરતા દર્શકો થાકતા નથી. લોકો ત્યાં સુધી કહી રહ્યાં છે કે હર્ષાલીએ જ આલમઝેબની ભૂમિકા ભજવવાની જરુર હતી. તો કેટલાંક લોકોએ હર્ષાલીની તુલના શર્મિન સાથે કરતા લખ્યું કે, આ શર્મિનથી ઘણાં જ સારા એક્સપ્રેશન આપી રહી છે. તો કેટલાંક યૂઝર્સે એક્ટ્રેસની તુલના મધુબાલા અને મીના કુમારી સાથે કરી. એટલું જ નહીં કેટલાંક લોકોએ સંજય લીલા ભણસાલીને હર્ષાલીને પોતાની આગામી ફિલ્મમાં લેવાની માગ કરી છે.
શર્મિન સેગલે સીરીઝમાં આલમઝેબની ભૂમિકા ભજવી હતી. આ રોલમાં શર્મિનની એક્ટિંગને અનેક લોકોએ સોશિયલ મીડિયામાં ટ્રોલ કરી છે. સંજય લીલા ભંસાલીની સીરીઝમાં શર્મિન ઉપરાંત સોનાક્ષી સિન્હા, મનીષા કોઈરાલા, આદિતી રાવ હૈદરી, ઋચા ચઢ્ઢા, ફરદીન ખાન, શેખર સુમન જેવા કલાકારો પણ જોવા મળી રહ્યાં છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube