Khamkare Khodal Sahay Chhe: ગુજરાતી ફિલ્મ જગતની બહુચર્ચિત ફિલ્મ ‘કસુંબો’ (Kasoombo film)ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ ફિલ્મની કાસ્ટ, સેટ અને ફિલ્મ મેકિંગની પ્રક્રિયા ઘણી રસપ્રદ અને આકર્ષિત રહી છે. થોડા દિવસો પહેલા વધુ કાસ્ટ ધરાવતી ‘કસુંબો’ ફિલ્મનું ભવ્ય કાર્યક્રમ યોજી ટીઝર લૉન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે વીરોની ગાથા દર્શાવતી ફિલ્મનું ગીત,જે ગરબો સ્વરૂપમાં છે,તે દર્શકો માટે રિલીઝ કરવામાં આવ્યું છે.જે ગરબાનું નામ છે ‘ખમકારે ખોડલ સહાય છે (Khamkare Khodal sahay chhe)’.આ ગીતમાં શ્રદ્ધા ડાંગર અને તેની સાથે અન્ય મહિલાઓ માંની આરાધની કરી ગરબા રમતી જોવા મળી રહી છે.
ઐતિહાસિક ફિલ્મ ‘કસુંબો’નું ગીત ‘ખમકારે ખોડલ સહાય છે’ જે મેહુલ સુરતી અને ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે ગાયું છે.’ખમકારે ખોડલ સહાય છે’ શીર્ષકમાં ગીત ના શબ્દો છે કે “દેવી ખોડલ દરેક જરૂરિયાતમાં મદદ કરવા માટે ત્યાં હશે” આ ગીતના શબ્દો પાર્થ તારપરા દ્વારા લખવામાં આવ્યું છે,જયારે મેહુલ સુરતી દ્વારા સમગ્ર મ્યુઝિક અને ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદાર દ્વારા ગાવામાં આવ્યું છે.ગરબાનું મુખડું મેહુલ સુરતીના દમદાર અવાજથી થાય છે. ત્યાર બાદ ઐશ્વર્યા મજમુદારના મીઠા ને મધુર અવાજ અને તાલ સાથે ગરબો આગળ ગવાય છે.જે ગરબાના સ્વરૂપમાં છે. ગીતના દ્રશ્યોમાં પણ ગરબાની રમઝટ જોવા મળે છે.આ ગરબામાં અભિનેત્રી શ્રદ્ધા ડાંગર અને તેની સાથે કેટલીક સ્ત્રીઓ ગરબાનો આનંદ માણતી દેખાય છે.
આ પણ વાંચો: અમદાવાદ/ પ્રથમવાર ડ્રોનનો ઉપયોગ કરીને રિલીઝ કરાયું આ ગુજરાતી ફિલ્મનું ટાઇટલ,ગુજરાતના શૌર્ય,સમર્પણ અને ઈતિહાસ દર્શાવતી છે ફિલ્મ
આ ગીતનું વર્ણન ભાવનગરના શિવભક્ત મામડિયા (જેને મામૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે)ની આસપાસ ફરે છે. ગીત આ પૌરાણિક વાર્તાને સુંદર રીતે સમાવે છે, આદરની ભાવનાને ઉત્તેજીત કરે છે.પ્રિન્સ ગુપ્તા દ્વારા કોરિયોગ્રાફ અને ગાર્ગેય ત્રિવેદી દ્વારા સિનેમેટોગ્રાફી સાથે, આ ગીત ફિલ્મ ‘કસુંબો’માં વિશેષ સ્થાન ધરાવે છે.
ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ ડિરેક્ટર વિજયગીરી બાવા ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ ‘કસૂંબો’ફિલ્મને આવતાં મહિને એટલે કે ફેબ્રુઆરીમાં રિલીઝ કરવા માટે તૈયાર છે. ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. 1 મિનિટ 27 સેકન્ડનું આ ટીઝર દમદાર એક્શનથી ભરપૂર છે. ફિલ્મમાં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલ્લાઉદ્દીન ખિલજ સામે દાદુજી બારોટે લડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તા કહેવામાં આવી છે. શેત્રુંજય મહાતીર્થની રક્ષા કાજે અપાયેલાં 51 અમર બલિદાનની વાર્તાને પડદા પર લાવવા વિજયગીરી ફિલ્મોઝ વર્ષોથી કામ કરી રહ્યું હતું.
ફિલ્મમાં રોનક કામદાર, જય ભટ્ટ, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, રાગી જાની, ચેતન ધાનાણી, મોનલ ગજ્જર, વિશાલ વૈશ્ય, શૌનક વ્યાસ, તત્સત મુનશી, શ્રદ્ધા ડાંગર સહિતના પ્રતિભાશાળી કલાકારો છે. ફિલ્મ વિજયગીરી બાવાએ ડિરેક્ટર છે, જેઓ અગાઉ ‘21મુ ટિફિન’, ‘મોન્ટુની બિટ્ટુ’ અને મહોતું જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. આ ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ 16 ફેબ્રુઆરી, 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube