December 18, 2024
KalTak 24 News
Entrainment

Good News/ લગ્નના 6 વર્ષ બાદ દીપિકા-રણવીરના ઘરમાં ગુંજશે કિલકારી,સોશ્યલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આપી ખુશખબરી…

Deepika Padukone Pregnancy News

Deepika Padukone Pregnancy: બોલિવૂડની ખૂબસૂરત અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની પ્રેગ્નન્સીને લઈને છેલ્લા ઘણા સમયથી અફવાહ ઉડી રહી છે. બોલિવૂડના પોપ્યુલર કપલ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ફેન્સ માટે સારા સમાચાર છે. દીપિકા-રણવીરના ઘરે ઘણી ખુશીઓ આવવાની છે. દીપિકા માતા બનવા જઈ રહી છે. તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી છે. દીપિકાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે. દીપિકાએ પોસ્ટમાં જણાવ્યું છે કે તે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે.

 

પોસ્ટ શેર કરતી વખતે, દીપિકાએ હાથ જોડી ઇમોજી પોસ્ટ કરી છે. તેણે જે પોસ્ટર શેર કર્યું છે તેમાં લખ્યું છે- સપ્ટેમ્બર 2024, દીપિકા-રણવીર. ઉપરાંત, આ ફોટા પર બાળકોના કપડાં, પગરખાં, ફુગ્ગાઓ દર્શાવવામાં આવ્યા છે. જેઓ ખૂબ જ ક્યૂટ દેખાઈ રહ્યા છે.આ સાથે જ કેપ્શનમાં આભાર વ્યક્ત કરતી અને નજર ન લાગનારી ઈમોજી બનાવી છે.

સેલેબ્સે અભિનંદન પાઠવ્યા 

દીપિકાની પ્રેગ્નેન્સીના સમાચાર સાંભળીને સેલેબ્સથી લઈને ફેન્સ સુધી દરેક ખુશીથી ભરાઈ ગયા છે. દરેક તેને ઘણી બધી શુભકામનાઓ આપી રહ્યા છે. વિક્રાંત મેસીએ લખ્યું- ઓએમજી… તમને બંનેને ઘણી બધી શુભેચ્છાઓ. કૃતિ સેનને લખ્યું- OMG, તમને બંનેને અભિનંદન. એક પ્રશંસકે લખ્યું- ખૂબ ખુશ, તમારું ધ્યાન રાખો.

આ સોશિયલ મીડિયા પોસ્ટથી સ્ટાર કપલે ઈશારામાં અભિનેત્રીની સપ્ટેમ્બર 2024માં ડિલીવરી ડેટ બતાવી દીધી છે. જો કે, કેપ્શનમાં સ્પષ્ટપણે કઈ પણ કહેવામાં આવ્યું નથી, જેના કારણે તેની પ્રેગ્નન્સીનો દાવો કરી શકાય નહીં. કારણ કે ઘણી વખત સેલેબ્સ માત્ર પબ્લિસિટી માટે આવું કરતા હોય છે.

 

 

 

 

Related posts

CID Season 2: CID સીઝન 2 ની ટેલિકાસ્ટની તારીખ આવી સામે, શો ક્યારથી અને ક્યાં થશે ટેલિકાસ્ટ?

KalTak24 News Team

તારક મહેતા ફેમ…અભિનેતા શૈલેષ લોઢાના પિતાનું અવસાન, અંતિમ સંસ્કાર પહેલા અભિનેતાએ લીધો આ મોટો નિર્ણય

KalTak24 News Team

શું મલાઈકા અરોરા જલ્દી જ મિસિસ કપૂર બનવાની છે !, અર્જુન કપૂર ના મેરેજ પ્રપોઝ પર એક્ટ્રેસે પાડી ‘હા’ ??

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં