December 18, 2024
KalTak 24 News
Entrainment

Adah Sharma Saree: અદા શર્માએ પહેરેલી આ સાડી છે ફક્ત 15 રુપિયાની…સાથે જ જણાવ્યું કોની છે આ સુંદર સાડી; સાડી જોવા માટે Video વારંવાર જોઈ રહ્યા છે લોકો

Adah Sharma 15 Rupees Saree

Adah Sharma 15 Rupees Saree: બોલિવૂડ અભિનેત્રી અદા શર્માનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પારંપરિક પરિધાનમાં જોવા મળી રહી છે. અદા શર્મા સિંપલ સાડીમાં સ્પોટ થઈ હતી. જેના કારણે તેના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. જોકે હાલ ઘણા દિવસો પછી અભિનેત્રી ફરી એક વખત ચર્ચામાં આવી છે. 

આ ચર્ચાનું કારણ તેણે પહેરેલી સાડી છે. સામાન્ય રીતે અભિનેત્રીઓ હજારો, લાખોના કપડાં પહેરતી હોય છે. પરંતુ અદા શર્મા(Adah Sharma 15 Rupees Saree:)એ એટલી સસ્તી સાડી પહેરી કે તેને જોઈને લોકોનું મગજ ફરી ગયું. જેના કારણે અદા શર્માનો આ વિડીયો પણ વાયરલ થવા લાગ્યો.

જણાવી દઈએ કે, અદા શર્મા તાજેતરમાં જ એક ઇવેન્ટ દરમિયાન જોવા મળી હતી. આ સમયે તેને કેમેરામાં કેદ કરવા માટે પૈપ્સ પહોંચી ગયા હતા. જ્યારે તેણે પહેરેલી સાડીને લઈને કેમેરામેને તેને પ્રશ્નો કર્યા તો અદા શર્માએ સાડીની કિંમત 15 રૂપિયા કહી. આ વાત સાંભળીને લોકોને પણ વિશ્વાસ નથી થઈ રહ્યો પરંતુ અદા શર્માએ એકવાર નહીં પરંતુ વારંવાર કહ્યું કે તેની સાડી પંદર રૂપિયાની જ છે…. 

 

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


અદા શર્માએ જણાવ્યું કે આ સાડી તેની નાનીએ ગિફ્ટ કરી છે. વર્ષો પહેલા અભિનેત્રીની નાનીએ આ સાડી ખરીદી હતી અને તે 15 રૂપિયાની જ આવી હતી. જો અદા શર્માનું કહેવું છે કે, આ સાડી તેની નાની તરફથી સ્પેશિયલ ગિફ્ટ છે તેથી તેના માટે તેની કિંમત કરોડોની છે. 

તેમને લાગ્યું હતું કે તે માત્ર રમૂજ કરી રહી છે અને પુષ્ટી કરવા પાછુ પુછ્યું તો અદાએ જણાવ્યું કે સાચે જ એ સાડી બહુ સસ્તી છે, કારણ કે આ સાડી તેણે ઘણા વર્ષો પહેલા જ ખરીદી હતી. વળી અદાના આ સાડી ખરીદવાની વાતે પણ યૂઝર્સને વિચારતા કરી મૂક્યા છે.

આમ તો અદાની વિવિધ એક્ટિવિટી સોશિયલ મીડિયા યુઝર્સને વાર-તહેવારે ચોંકાવતી રહે છે પણ આ વખતે અદાની સાડીની કિંમતે સૌને હેરાન કરી મૂક્યા છે. ત્યારે લોકો કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે પહેલા જમાનાની વાત કંઈ અલગ હતી આજની કઈ અલગ છે. જોકે અન્ય એક યૂઝરે રમૂજ કરતા લખ્યા હતું કે અરે સરોજની નગર ગઈ હશે. તો એકે તો તેને અદાની નાનીની સાડી જણાવી. તેણે લખ્યું કે અદાની નાનીનું ડ્રેસિંગ સેન્સ સારું હતું.

અદા શર્માના વર્કફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લે અભિનેત્રી ફિલ્મ ‘બસ્તર: ધ નક્સલ સ્ટોરી’માં જોવા મળી હતી, જેમાં તેના અભિનયની ઘણી પ્રશંસા થઈ છે. જો કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહી. આગામી સમયમાં અદા ફિલ્મ ‘ધ ગેમ ઓફ ગિરગિટ’માં જોવા મળશે.

 

 

 

Related posts

એક ફિલ્મ માટે 80 કરોડ ચાર્જ કરે છે મહેશ બાબુ,જાણો કુલ સંપત્તિ

KalTak24 News Team

OSCAR Award 2025: કિરણ રાવનું પૂર્ણ થયું સપનું,ઓસ્કાર 2025 માટે ‘લાપતા લેડીઝ’ ભારતની ઓફિશિયલ એન્ટ્રી

KalTak24 News Team

ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂર ભાઈ ઉર્ફ નિતીન જાની મીનાક્ષી દવે સાથે સગાઈના તાતણે બંધાયા.

Sanskar Sojitra
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં