Maharashtra CM: મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સીએમ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેઓ લગભગ 11:15 વાગ્યે રાજભવન પહોંચ્યા, જ્યાં તેમણે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને પોતાનું રાજીનામું સુપરત કર્યું. એકનાથ શિંદેની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. રાજભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યમાં નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી એકનાથ શિંદે કાર્યવાહક મુખ્યમંત્રી રહેશે.
#WATCH | Maharashtra CM Eknath Shinde tenders his resignation as CM to Governor CP Radhakrishnan, at Raj Bhavan in Mumbai
Deputy CMs Ajit Pawar and Devendra Fadnavis are also present.
Mahayuti alliance consisting BJP, Shiv Sena and NCP emerged victorious in Maharashtra… pic.twitter.com/RGUl6chZOS
— ANI (@ANI) November 26, 2024
મુખ્યમંત્રીનું નામ નક્કી નથી
હાલ મહારાષ્ટ્રના આગામી સીએમ કોણ હશે તે નક્કી નથી. મુંબઈથી લઈને દિલ્હી સુધી એ ચર્ચા છે કે આગામી સીએમ કોણ બનશે. એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારની બેઠક યોજાઈ હતી. બાવનકુળેએ કહ્યું કે અમને સરકાર બનાવવાની કોઈ જ ઉતાવળ નથી. અમારા પક્ષના નેતાઓ મળીને નક્કી કરશે કે આગામી સીએમ કોણ હશે. મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે એટલે કે આજથી પુર્ણ થઈ રહ્યો છે. જેને કારણે એકનાથ શિંદેએ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને બહુમતી મળી છે. કોણ આગામી સીએમ બનશે તે અંગે કોઈ સ્પષ્ટ થયું નથી.
એકનાથ શિંદેના રાજીનામા બાદ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીને લઈને હોબાળો વધુ તેજ બન્યો છે. એવું માનવામાં આવે છે કે શિંદેના સ્થાને દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. તેઓ મુખ્યમંત્રી પદની રેસમાં સૌથી આગળ હોવાનું કહેવાય છે. જોકે, આ અંગે પાર્ટી કે ફડણવીસે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવાર ફડણવીસના નામ પર સહમત થયા છે.
મહાયુતિને જંગી બહુમતી મળી હતી
20 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. રાજ્યમાં મહાગઠબંધનમાં, ભારતીય જનતા પાર્ટીએ 149 બેઠકો પર ચૂંટણી લડી છે, જ્યારે શિવસેના (શિંદે) 81 બેઠકો પર અને અજિત પવારની એનસીપીએ 59 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ‘મહાયુતિ’ ગઠબંધનને જંગી બહુમતી મળી છે. ભાજપ, જે મહાગઠબંધનનો ભાગ છે, તેણે 132 બેઠકો જીતી છે, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ 57 બેઠકો જીતી છે અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ 41 બેઠકો જીતી છે. તે જ સમયે, મહા વિકાસ આઘાડીમાં સામેલ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) એ સૌથી વધુ 20 સીટો જીતી છે. કોંગ્રેસે 16 બેઠકો જીતી છે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)એ 10 બેઠકો જીતી છે. સમાજવાદી પાર્ટીએ બે બેઠકો જીતી છે જ્યારે અન્યોએ 10 બેઠકો જીતી છે.

- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube