Ravindra Jadeja-Rivaba Ashapura Temple: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 12મી જૂલાઈથી ટેસ્ટ શ્રેણી રમાશે. આ પહેલા ગુજરાતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પત્ની રિવાબા સાથે મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. રવિન્દ્ર જાડેજા તેમની પત્ની રીવાબા સાથે આશાપુરા માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. રિવાબાએ ટ્વિટર પર કેટલીક તસવીરો શેર કરી છે. નોંધનીય છે કે જાડેજાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ અને વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. હાલમાં તે પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. જાડેજાએ થોડા દિવસો પહેલા ફાર્મ હાઉસની તસવીરો શેર કરી હતી.જાડેજાને ઘોડાઓ ખૂબ જ પસંદ છે અને તે પોતાના ફાર્મ હાઉસમાં જ ઘોડેસવારી કરે છે.
ॐ ऐंग ह्लिम क्लिं आशापुराय: विच्चे:।
આજરોજ માતાના મઢ, કચ્છ ખાતે દેશ દેવી માઁ આશાપુરાના દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ સૌની સુખાકારી માટે માં ને પ્રાર્થના કરી.
🙏🏻આશાપુરા માત કી જય.. 🙏🏻 pic.twitter.com/BN8mJg816n
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) June 28, 2023
વાસ્તવમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ ટ્વિટર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો કચ્છના આશાપુરા માતાના મંદિરની છે. રીવાબા અને રવિન્દ્ર જાડેજાએ આશાપુરા માતાના દર્શન કર્યા હતા. આ તસવીરોને 3 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. ઘણા ચાહકોએ આ તસવીરો પર કોમેન્ટ કરી હતી.
View this post on Instagram
નોંધનીય છે કે જાડેજાને વેસ્ટ ઈન્ડિઝ સામે 12 જૂલાઈથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા સાથે વેસ્ટ ઈન્ડિઝ જવા રવાના થશે.
નોંધનીય છે કે જાડેજા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી છે.રવિન્દ્ર જાડેજાએ અગાઉ આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ