December 19, 2024
KalTak 24 News
Business

લોકલ વોકલ બિઝનેસ દ્વારા 7,8 જાન્યુઆરીના રોજ બે દિવસીય એક્સપોનો આજથી પ્રારંભ

Localvocal Business Biz Expo 2023
  • ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વર્ચ્યુઅલી જોડાઈને એક્સ્પોને ખુલ્લો મુકશે.

સુરત(Surat): લોકલ વોકલ બિઝનેસ(Local Vocal Business) દ્વારા આયોજીત બે દિવસીય બિઝનેસ એક્સ્પો-2023 નું આયોજન તારીખ 07 અને 08 જાન્યુઆરી 2023 ના રોજ ન્યુ હેપીનેશ બેંકવેટ હોલ,કોસમાડા ખાતે કરવામાં આવ્યું છે જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી પ્રફુલ માનસેરિયા, ધારા સભ્ય મુકેશ પટેલ સહીત સામાજિક, રાજકીય અને બિઝ્નેસમેનોની ઉપસ્થિતિમાં આ એક્સ્પો(Expo)નો પ્રારંભ થશે.

આ એક્સ્પોમાં જવેલરી, ફ્રુડ પ્રોડક્ટ,ટ્રાવેલિંગ,સોલાર, એફએમજીસી, પ્રિન્ટિંગ, ફર્નીસીંગ,આઈટી વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલા લોકલ વોકલ બિઝનેસના મેમ્બર અને નોન મેમ્બર દ્વારા 200 થી વધુ સભ્યોએ સ્ટોલ રાખી ભાગ લીધો છે. લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ સુરત ઉપરાંત વડોદરા, આણંદ, નડિયાદ, ભાવનગર,નાસિક,ઇન્દોર વગેરે શહેરોમાં કાર્યરત હોવાથી આ એક્સ્પોમાં અન્ય શહેરોમાંથી બાયર્સ અને વિઝીટર્સ એક્સ્પોની મુલાકાત લેવામાં આવશે.

એક્સ્પોમાં પ્રવેશ ફી નિશુક્લ રાખવામાં આવેલી છે આ એક્સ્પોમાં અંદાજિત એક લાખ લોકોં 2 દિવસમાં વિઝીટ કરશે. આ એક્સ્પોમાં પોતાના બિઝનેશનો ગ્રોથ કરવા માંગતા લોકોને પોતાના બિઝનેશ ને વધારવા માટે નવી તક મળશે. તથા અલગ અલગ કેટેગરીના બિઝનેશનું નોલેજ મળશે.

આ એક્સ્પોમાં કરોડો રૂપિયાનો બીઝનેશ થશે તેવી આશા છે. આ એક્સ્પોની મુલાકાત કરવા માટે આયોજકોએ સુરતના નાગરિકોને જાહેર નિમંત્રણ આપેલ છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

Related posts

Exit Pollsથી શેરબજારમાં ધમાલ,સેન્સેક્સમાં 2600 પોઈન્ટની જંગી તેજી, નિફ્ટીમાં 800 પોઈન્ટનો ઉછાળો

KalTak24 News Team

ચૂંટણી પરિણામો બાદ શેરબજારે રચ્યો નવો ઈતિહાસ,સેન્સેક્સમાં 954 અંકનો ઉછાળો, નિફ્ટીમાં પણ તેજીનો માહોલ

KalTak24 News Team
Advertisement