PM Modi-Bill Gates Interview: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એવા માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ વચ્ચે ઘણા મુદ્દાઓને લઈને ડિજિટલ ઈન્ડિયાથી લઈને G20 શિખર સમ્મેલન 2023 પર ખાસ વાતચીત થઈ હતી. આ દરમિયાન પીએમ મોદી ડિજિટલ ભારતને લઈને પણ વાત કરી હતી.
આ ઇન્ટરવ્યુ આજે શુક્રવારે (29 માર્ચ) સવારે 9:00 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે કહ્યું કે તેને ચૂકશો નહીં. આજે સવારે 9:00 કલાકે મારી અને બિલ ગેટ્સ વચ્ચે વિજ્ઞાન, આરોગ્ય ક્ષેત્ર, આબોહવા સહિતના અનેક મુદ્દાઓ પર વિશેષ ચર્ચા પ્રસારિત કરવામાં આવશે.
પીએમ મોદીએ બિલ ગેટ્સ સાથે વાતચીત દરમિયાન નમો એપ પણ બતાવ્યું હતું. જેને જોઈને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ એપમાં પીએમ મોદી અને બિલ ગેટ્સની અગાઉની મુલાકાતોની તસવીરો હતી.
બિલ ગેટ્સ જણાવ્યું કે, ભારતને જી20ને હોસ્ટ કરતા જોવું શાનદાર હતું. બિલ ગેટ્સે પીએમ મોદીને કેટલાક પ્રશ્નો પણ પૂછ્યા હતા. બિલે ભારતમાં ડિજિટલીકરણ લઈને પ્રશ્ન કરતા પીએમ મોદીને કહ્યું કે, મારો આની પર વ્યૂ સ્પષ્ટ છે કે ડિજિટલ ઈન્ડિયાના અમારા અભિયાન સાથે તમામ ભારતીયો જોડાય, આજ અમારું ફોક્સ છે.
‘પહેલી-બીજી ઔદ્યોગિક ક્રાંતિમાં અમે પાછળ રહી ગયા…’
નરેન્દ્ર મોદીએ બિલ ગેટ્સને કહ્યું કે, 2023 G20 સમિટ દરમિયાન કેવી રીતે AIનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, કાશી-તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન તેમના હિન્દી ભાષણનો તમિલમાં કેવી રીતે અનુવાદ કરવામાં આવ્યો હતો અને નમો એપમાં AIનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો હતો.
વાતચીત દરમિયાન, જ્યારે બિલ ગેટ્સે પીએમ મોદીને તકનીકી પ્રગતિ વિશે પૂછ્યું કે જેના વિશે તેઓ ઉત્સાહિત છે, તો પીએમ મોદીએ કહ્યું કે, ઐતિહાસિક રીતે, પ્રથમ અને બીજી ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન, અમે પાછળ રહી ગયા કારણ કે અમે એક ઉપનિવેશ હતા. હવે, ચોથી ઔદ્યોગિક ક્રાંતિની વચ્ચે, ડિજિટલ તત્વ તેના મૂળમાં છે. હું માનું છું કે ભારત આ કરશે તેમાં ઘણો ફાયદો છે. તેમણે વધુમાં કહ્યું કે AI ખૂબ જ મહત્વપૂર્ણ છે.
PM મોદીએ મહિલાઓ પર શું કહ્યું?
પીએમ મોદીએ બિલ ગેટ્સને કહ્યું કે જ્યારે હું દુનિયામાં ડિજિટલ ડિવાઈડ વિશે સાંભળતો હતો ત્યારે હું કહેતો હતો કે હું મારા દેશમાં આવું કંઈ નહીં થવા દઉં. આજે હું મારા વિસ્તારના ગામડાઓમાં ડિજિટલ સુવિધાઓ આપવા માંગુ છું. મારો અનુભવ છે કે મારા દેશની મહિલાઓ નવી વસ્તુઓને તરત જ સ્વીકારી લે છે. હું કઈ વસ્તુઓને ટેક્નોલોજીમાં લઈ શકું જે તેમને અનુકૂળ હોય તેના પર કામ કરી રહ્યો છું. હું ભારતના ગામડાઓમાં ત્રણ કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવા માંગુ છું. હું મનોવૈજ્ઞાનિક પરિવર્તન કરવા માંગુ છું, નાની વસ્તુઓ નહીં, હું મોટી વસ્તુઓ કરવા માંગુ છું.
સાયકલવાળા દેશમાં ડ્રોન ઉડાવી રહ્યા છે
ઈન્ટરવ્યુ દરમિયાન બિલ ગેટ્સે પીએમ મોદીને કહ્યું, ‘ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતે બતાવેલ રસ્તો દરેક માટે હોવો જોઈએ.’ તેના પર પીએમ મોદી કહે છે, ‘ગામમાં મહિલાઓ એટલે ભેંસ ચરાવવા, ગાય ચરવી, દૂધ આપવી. જોકે એવું નથી. મેં તેમના હાથમાં ટેક્નોલોજી (ડ્રોન) આપી છે. આ દિવસોમાં, જ્યારે હું ડ્રોન દીદી સાથે વાત કરું છું, ત્યારે તે ખૂબ જ ખુશ છે. તે કહે છે કે અમને સાઈકલ ચલાવતા આવડતું નહોતું, આજે અમે પાઈલટ બની ગયા છીએ, ડ્રોન ઉડાવીએ છીએ.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube