September 21, 2024
KalTak 24 News
International

ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવાનો રસ્તો સાફ, બ્રિટન HCએ ફગાવી પ્રત્યાર્પણ સ્ટેની અપીલ

nirav modi

બ્રિટનઃ ભાગેડુ નીરવ મોદી(Nirav Modi)ને ટૂંક સમયમાં જ ભારત લાવવામાં આવી શકે છે. બ્રિટનની હાઈકોર્ટે તેને ગ્રીન સિગ્નલ આપી દીધું છે. બ્રિટનની હાઈકોર્ટે(UK Court) પ્રત્યાર્પણ રોકવાની અપીલને ફગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે નીરવનું પ્રત્યાર્પણ કોઈ પણ દ્રષ્ટીએ અન્યાયપૂર્ણ કે દમનકારી નહીં હોય. નોંધનિય છે કે PMLA કોર્ટ દ્વારા ડિસેમ્બર 2019માં ભાગેડુ આર્થિક ગુનેગાર અધિનિયમ-2018 મુજબ નીરવ મોદીને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો.

નીરવ મોદીની અરજી ફગાવવામાં આવી
ભારત લાંબા સમયથી નીરવ મોદીની પ્રત્યાર્પણના પ્રયાસમાં છે. પરંતુ બ્રિટનમાં આશરો લઈને બેઠેલો નીરવ મોદી તે એક્શનથી બચવા માટે સતત અલગ-અલગ તર્ક આપી રહ્યો છે. બ્રિટન હાઈકોર્ટમાં નીરવના વકીલે જણાવ્યું કે તેઓ ડિપ્રેશનનો શિકાર છે અને ભારતની જેલમાં જે પ્રકારની સ્થિતિ છે ત્યાં તે સુસાઈડ પણ કરી શકે છે. આ તર્કના આધારે પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ બ્રિટનની હાઈકોર્ટે પુરી સુનાવણી પછી નીરવ મોદીની તે અરજીને ફગાવી દીધી છે.

‘ભારતની જેલમાં નીરવને તકલીફ પડશે નહીં’
સુનાવણી દરમિયાન જજીસએ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા તે આશ્વાસનોનો પણ ઉલ્લેખ કર્યો હતો કે જેમાં કહેવાયું હતું કે નીરવ મોદીને જેલમાં કોઈ પ્રકારની પરેશાનીનો સામનો કરવો પડશે નહીં. તેનું psychiatric diagnosis પણ કરવામાં આવશે. ત્યારે ભારત સરકારની તરફથી રજુ થયેલા Helen Malcolm એ પણ કહ્યું હતું કે ઘણો સંવેદનશીલ અને હાઈ પ્રોફાઈલ મામલો છે, એવામાં નીરવ મોદીનું પુરું ધ્યાન રાખવામાં આવશે.

કોર્ટે જાણો શું કહ્યું
આ પહેલાં પણ જ્યારે સુનાવણી થઈ હતી ત્યારે જસ્ટિસ રોબર્ટ જે એ તે વાત પર જોર આપ્યું હતું કે ભારતના બ્રિટનની સાથે સારા સંબંધ છે અને તેને 1992વાળી India-UK Extradition Treatyનું સન્માન કરવું જરૂરી છે. કોર્ટે પોતાના આદેશમાં તે પણ સ્પષ્ટ કર્યું છે કે Westminster કોર્ટે ગત વર્ષે પ્રત્યાર્પણને લઈને જે ચુકાદો સંભળાવ્યો હતો તે એકદમ યોગ્ય હતું. કોર્ટે એ પણ તર્ક આપ્યો કે સુસાઈડનો ખતરો જણાવ્યો તે પ્રત્યાર્પણ વિરૂદ્ધ આધાર ન બનાવી શકાય.

નીરવની ટીમે નથી આપી પ્રતિક્રિયા
હજુ સુધી નીરવ મોદીએ ટીમે હાઈકોર્ટના આ નિર્ણય પર હજુ સુધી પોતાની પ્રતિક્રિયા નથી આપી. પરંતુ કહેવામા આવે છે કે હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. 14 દિવસની અંદર નીરવ મોદીએ ત્યાંની સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડશે.

નીરવ મોદી પર 7000 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ
નીરવ મોદીએ PNBમાંથી લગભગ 7000 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. જે બાદ તે વિદેશ ભાગી ગયો હતો. હાલ તે લંડનની એક જેલમાં બંધ છે. ભારત સરકારે તેને પરત લાવવા માટે સંભવિત દરેક પ્રયાસ કરે છે. નીરવ મોદીએ વર્ષ 2017માં પોતાની કંપની ફાયરસ્ટાર ડાયમંડની મદદથી પ્રતિષ્ઠિત રિધમ હાઉસ બિલ્ડિંગ ખરીદી હતી. તેનો પ્લાને તેને હેરિટેજ પ્રોપર્ટીમાં બદલવાનો હતો. માનવામાં આવે છે કે તેને મોટા ભાગની સંપત્તિઓ PNB કૌભાંડથી મેળવેલી રકમથી જ ખરીદી હતી

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

Cristiano Ronaldo YouTube/ રોનાલ્ડોએ Youtubeમાં કર્યો પ્રવેશ;થોડા જ સમયમાં ચેનલમાં એટલા બધા સબ્સ્ક્રાઇબ થઈ ગયા કે મોટા યુટ્યુબરો થઈ ગયા આશ્ચર્યચકિત!

KalTak24 News Team

‘ભારતીય વિદ્યાર્થીનીનાં મોત પર હસનારા પોલીસકર્મીને નહીં છોડે ભારત’ અમેરિકા સામે ભારતે ઊઠાવ્યો મુદ્દો

KalTak24 News Team

YouTube પર ચંદ્રયાન-3ના લાઈવ સ્ટ્રીમિંગે તોડ્યા તમામ રેકોર્ડ,વિશ્વમાં સૌથી વધુ જોવાયેલી બની લાઈવ સ્ટ્રીમિંગ ઈવેન્ટ

KalTak24 News Team