April 8, 2025
KalTak 24 News
Gujarat

સુરત/ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા ૬૦ કરોડના ખર્ચે તૈયાર થનાર કિરણ મહિલા ભવનનું રવિવારે થશે ભૂમિપૂજન,૫૦૦ બહેનો માટે સુવિધાયુક્ત હોસ્ટેલ થશે નિર્માણ..

Bhoomipujan of Kiran Mahila Bhawan by Saurashtra Patel Samaj in Surat on Sunday
  • ૬૦ કરોડના ખર્ચે ૫૦૦ બહેનો માટે સુવિધાયુક્ત હોસ્ટેલ નિર્માણ થશે.
  • જે. કે. સ્ટાર મહિલા રોજગાર તાલીમ કેન્દ્રમાં માર્ગદર્શન અને તાલીમ અપાશે

Bhoomi pujan of Kiran Mahila Bhawan in Surat: સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી ૫૦૦ બહેનો માટે સુવિધાયુક્ત હોસ્ટેલ અને અન્ય પ્રવૃતિઓ માટે કિરણ મહિલા ભવનનું રવિવારે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સમારોહ યોજાનાર છે. વાલક જંકશન નજીક, આઉટર રીંગ રોડ, કામરેજ રોડ ખાતે ૨૫૦૦ ચો.વાર જમીન ઉપર અંદાજે ૬૦ કરોડના ખર્ચે નિર્માણ થનાર ભવનનું તા. ૧૪/૦૪/૨૦૨૪ રવિવારે સવારે ૯ કલાકે પદ્મભૂષણ પુ. સ્વામી સચ્ચિદાનંદજી ની ઉપસ્થિતિમાં દાતાઓના હસ્તે ભૂમિપૂજન થશે.

સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજનું એક સ્વપ્ન હતું કે, સુરતમાં ભાઈઓ અને બહેનો માટે હોસ્ટેલ, તથા અતિથિ ગૃહ અને પાટીદાર ગેલેરી સહિત વિવિધ પ્રવૃત્તિઓ માટે સુવિધાઓ ઊભી થાય. ગત તારીખ ૧૫/૧૦/૨૦૨૧ વિજય દશમી ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચુઅલ ઉપસ્થિતિમાં ભૂમિપૂજન થયું હતું. ૧000 ભાઈઓ માટે હોસ્ટેલ તથા ૧00 વ્યક્તિઓ સુધીનું અતિથિ ગૃહ સહિતની સુવિધા માટે 3 લાખ ચોરસ ફૂટ નું નિર્માણ કાર્ય પૂરું થયું છે. જમનાબા ભવન અને રાધાબેન ઘેલાણી અતિથી ભવનનું દિવાળી સુધીમાં લોકાર્પણ થનાર છે. હવે હોસ્ટેલે ફેઝ-૨ એટલે કે બહેનો માટે હોસ્ટેલ કિરણ મહિલા ભવનનું નિર્માણ કાર્ય શરૂ થનાર છે. ૯૦ કરોડના ખર્ચે ૨ લાખ ચોરસ ફુટ નો બાંધકામ થશે. સૌરાષ્ટ્રવાસીઓનું સ્વપ્ન સાકાર થઈ રહ્યાનું સર્વને ગૌરવ છે.

કિરણ મહિલા ભવન
કિરણ મહિલા ભવન

કિરણ મહિલા ભવન

જમીન : ૨૫૦૦ ચો. વાર

બાંધકામ : ૨૦૦૦૦૦ ચો. ફૂટ

સુવિધા : ૫૦૦ બહેનો માટે હોસ્ટેલ સુવિધા

  • વર્કિંગ વુમન માટે હોસ્ટેલ સુવિધા
  • મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર
  • મલ્ટીપર્પઝ હોલ
  • આર્ટ ગેલેરી
  • વિશાળ વાંચનાલય – કોમ્પ્યુટર લેબ
  • બહેનોના ઉત્કર્ષ માટે નિયમિત પ્રવૃતિઓ

હીરા ઉદ્યોગ ના અગ્રણી કંપની કિરણ જેમ્સના શ્રી વલ્લભભાઈ લખાણી તેમના બંધુ શ્રી બાબુભાઈ, શ્રી માવજીભાઈ તથા લાભુભાઈ વગેરે લખાણી પરિવારના માતબાર સહયોગથી મહિલા હોસ્ટેલનું કિરણ મહિલા ભવન નામકરણ થયું છે. આ ભવનમાં બહેનોને રોજગારી માટે તૈયાર કરવા અને પ્રોત્સાહિત કરવા માટે જે. કે. સ્ટાર કંપનીના શ્રી શૈલેષભાઈ લુખી અને નંદેશભાઈ લુખી પરિવાર તરફથી જે. કે. સ્ટાર મહિલા રોજગાર તાલીમ કેન્દ્ર નામકરણ થયું છે. જે એકલારા ગ્રુપના શ્રી જયંતીભાઈ વિરજીભાઈ બાબરીયા પરિવાર તરફથી વાંચનાલયનું નામ સૌજન્ય પ્રાપ્ત થયું છે મુંબઈથી શ્રીહરિ ઇમ્પેક્ષ ગ્રુપના શ્રી મનુભાઈ નાગજીભાઈ જીયાણી તરફથી ભોજનાલય નામકરણ માટે સહયોગ મળેલ છે.

ગોપિન ગ્રુપના શ્રી લવજીભાઈ બાદશાહના અધ્યક્ષ સ્થાને યોજાનાર સમારોહમાં આલીધ્રા ગ્રુપના શ્રી હંસરાજભાઈ ગોંડલીયા તથા શ્રી ચંદ્રકાંતભાઈ ગોંડલીયાના વરદ હસ્તે ખાતમુહૂર્તવિધિ થશે. સમારોહની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિ ગંગા સ્વરૂપ બહેનો કરશે. આદરણીય સમજુબેન દેવજીભાઈ ભટવદરવાળા, જયાબેન, જે.બી. ઠેસીયા, લીલીબેન બટુકભાઈ પટોળીયા (વૈશાલી જેમ્સ) તથા પૂર્વ પ્રમુખ કે. ડી. વાઘાણીના ધર્મપત્ની શારદાબેનના હસ્તે કાર્યક્રમનો શુભારંભ થશે.કેન્દ્રીય મંત્રીશ્રી દર્શનાબેન જરદોષ, રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા મેયરશ્રી દક્ષેશભાઈ કે. માવાણી, ધારાસભ્ય કિશોરભાઈ કાનાણી, ધારાસભ્ય વિનુભાઈ મોરડીયા, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી અને ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર અને મનપા વિપક્ષનેતા કુ. પાયલબેન સાકરીયા સહિત રાજસ્વી મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહેશે.

સુરતમાં ૧૨ લાખથી વધુ વસ્તી ધરાવતા સૌરાષ્ટ્ર પાસે પટેલ સમાજના યુવાધનો માટે હોસ્ટેલ નિર્માણ થશે. ઘણી વસ્તી હોવા છતાં અતિથિગૃહની સુવિધા ન હતી આ સુવિધા નિર્માણ એ સૌરાષ્ટ્રવાસી પટેલ સમાજનું સ્વપન છે જે હવે સાકાર થશે હોસ્ટેલ પ્રોજેક્ટ માં શ્રીમતી જમનાબેન છગનભાઈ ગોંડલીયા વિદ્યાર્થીભવન, શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન આ જમનાબા ભવનમાં કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તથા પાટીદાર ગેલેરી પણ તૈયાર થઈ રહી છે. શ્રી વલ્લભભાઈ પી. સવાણી પરિવાર તરફથી ૩૧ ફૂટની સરદાર પટેલની પ્રતિમા પણ મુકવામાં આવનાર છે. આ પ્રોજેક્ટના દાતાશ્રીઓ પણ કિરણ મહિલા ભવનના ભૂમિ પૂજન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

જમનાબા ભવન અને કિરણ મહિલા ભવન માટે જમીન સહિત અંદાજે રૂપિયા ૨00 કરોડનો ખર્ચનો અંદાજ છે ખૂબ મોટી સંખ્યામાં દાતાશ્રીઓની સહયોગથી સુરતને એક મહત્વની સુવિધા મળનાર છે. ભૂમિ પૂજન સમારોહમાં શ્રી તુષારભાઈ ઘેલાણી, શ્રી મુકેશભાઈ એમ. પટેલ, શ્રી મનહરભાઈ કાકડીયા શ્રી આશિષભાઈ મૂળચંદભાઈ અમીન,શ્રી ઈશ્વરભાઈ ધોળકિયા, શ્રી રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા, શ્રી રાકેશભાઈ દુધાત વગેરે.. દાતાશ્રીઓ, મોટી સંખ્યામાં અગ્રણીઓ, મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. અમદાવાદ, અંકલેશ્વર, વડોદરા, નવસારી અને મુંબઈ વગેરેથી પટેલ સમાજના અગ્રણીઓ ભૂમિ પૂજન સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેનાર છે.

અમદાવાદ અંકલેશ્વરથી આર્થિક સહયોગ

સુરતમાં નિર્માણ થનાર બંને ભવનો માટે અમદાવાદ અને અંકલેશ્વરથી મોટી સંખ્યામાં ઉદ્યોગ અગ્રણીઓ એ ઉત્સાહભેર સહયોગ આપી રહ્યા છે સંસ્થાના પ્રમુખ શ્રી કાનજીભાઈ ભાલાળા, ઉપપ્રમુખ સવજીભાઈ વેકરીયા, ખજાનચી મનહરભાઈ સાસપરા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુકે જણાવ્યું હતું કે, સુદ્રઢ સમાજના નિર્માણ માટે દાતાશ્રીઓ તરફથી ઉત્સાહ અને ઉમદા ભાવ સાથે સહયોગ મળી રહ્યા છે તે બદલ ઋણભાવ પ્રગટ કરીએ છીએ. બાંધકામ સમિતિના શ્રી ધીરુભાઈ માલવીયા, હરિભાઈ કથીરીયા, શ્રી ભવનભાઈ નવાપરા, શ્રી કાંતિભાઈ ભંડેરી અને નટુભાઈ ચોવટીયા બાંધકામ કાર્ય સંભાળી રહ્યા છે. માત્ર ૧૮ માસમાં કિરણ મહિલા ભવન નું નિર્માણ કાર્ય પૂરું કરવાનો અંદાજ છે.

આર્કિટેક તરીકે શ્રી કૌશલ લહેરી અને શ્રી નિલેશભાઈ વસોયા તથા સ્ટ્રક્ચર એન્જિનિયર તરીકે રમેશભાઈ શિંગાળા વિનામુલ્યે સેવા આપી રહ્યા છે. ગોલ્ડી સોલાર તરફથી વિનામૂલ્ય રૂફટોપ સોલાર વ્યવસ્થા થશે તથા બંને ભવનમાં પીવાના પાણીની વ્યવસ્થા ખર્ચ જે. એમ. પટેલ તરફથી મળનાર છે.

 

 

 

Related posts

Vadtal Dwishatabdi Mahostav: વડતાલના આચાર્ય મહારાજના હસ્તે 47 પાર્ષદોએ ગ્રહણ કરી સંત દીક્ષા,11 સંતો ધરાવે છે ઉચ્ચ ડિગ્રી

Sanskar Sojitra

સુરત/ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ નવી એસટી બસને આપી લીલીઝંડી,દક્ષિણ ગુજરાતમાં આજથી 100 નવી એસટી બસ શરૂ

KalTak24 News Team

વડતાલધામ સ્વા.મંદિરમાં દિવ્ય શાકોત્સવ ઉજવાયો,25 હજારથી વધુ હરિભક્તોએ શાકોત્સવના પ્રસાદનો લાભ લીધો

Sanskar Sojitra
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં