કોર્ટમાં થતી વિવિધ કેસોની સુનાવણીનું લાઇવ પ્રસારણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે લાઇવ સ્ટ્રીમિંગ (પ્રસારણ) માટે પોતાનું પ્લેટફોર્મ પણ લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. જેના માધ્યમથી સુનાવણી દરમિયાન થતી દલિલો અને ચુકાદા તેમજ ન્યાયાધીશો દ્વારા થતા અવલોકન લાઇવ જોઇ શકાશે. હાલ પ્રાથમિક તબક્કામાં આ માટે યૂટયૂબનો ઉપયોગ કરવામાં આવશે.
આજથી માત્ર ચાર વર્ષ પહેલા 27 સપ્ટેમ્બર 2018ના રોજ તત્કાલિન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચે બંધારણીય મહત્વની બાબતોમાં મહત્વપૂર્ણ કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ અથવા વેબકાસ્ટ કરવાનો ઐતિહાસિક નિર્ણય આપ્યો હતો. બેન્ચે ચુકાદો આપતા કહ્યું હતું કે “સૂર્યપ્રકાશ શ્રેષ્ઠ જંતુનાશક છે”.
શું કહ્યું CJIએ ?
જોકે આ દરમિયાન ભાજપના નેતા કે એન ગોવિંદાચાર્યના વકીલે દલીલ કરી હતી કે યૂટયૂબ જેવા ખાનગી પ્લેટફોર્મને સુપ્રીમ કોર્ટે પોતાના કોપીરાઇટ ન આપવા જોઇએ. જે બાદ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ યૂ યૂ લલિતે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ પોતાનું વ્યક્તિગત પ્લેટફોર્મ લોન્ચ કરશે. વકીલે દાવો કર્યો હતો કે યૂટયૂબે વેબકાસ્ટ માટે કોપીરાઇટની માગણી કરી છે. જેના જવાબમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે આ પ્રાથમિક તબક્કો છે. ભવિષ્યમાં સુપ્રીમ કોર્ટનું પોતાનું પ્લેટફોર્મ પણ લોન્ચ કરવામાં આવશે.
જે બાદ સુપ્રીમ કોર્ટે ગોવિંદાચાર્યની અરજીની વધુ સુનાવણી ૧૭મી ઓક્ટોબર સુધી મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટ પ્રાથમિક તબક્કામાં સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ યૂટયૂબના માધ્યમથી હાલ કરશે, જેને લોકો મોબાઇલ પર પણ નિહાળી શકશે. જોકે અગાઉ પણ સુપ્રીમ કોર્ટની સુનાવણીનું લાઇવ સ્ટ્રીમિંગ થઇ ચુક્યું છે. ૨૬મી ઓગસ્ટના રોજ પ્રથમ વખત આ સ્ટ્રીમિંગ કરાયું હતું. કેમ કે તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ એનવી રમણનો સુપ્રીમ કોર્ટમાં અંતિમ દિવસ હતો. જોકે હવે રેગ્યૂલર સ્ટ્રીમિંગ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવી શકે છે.
જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ અને જે. બી. પારડીવાલાની બનેલી બેંચને એડવોકેટ વિરાગ ગુપ્તા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, YouTube એ સ્પષ્ટપણે વેબકાસ્ટ પર કોપીરાઈટની માંગ કરી છે. 2018ના ચુકાદાનો ઉલ્લેખ કરતાં વકીલે કહ્યું કે એવું માનવામાં આવે છે કે, આ કોર્ટમાં રેકોર્ડ કરાયેલ અને પ્રસારિત કરવામાં આવેલી તમામ સામગ્રી પર કોપીરાઈટ ફક્ત આ કોર્ટ પાસે જ રહેશે. તેણે YouTube ઉપયોગની શરતોનો પણ ઉલ્લેખ કર્યો. આ સાથે CJIએ કહ્યું, “આ પ્રારંભિક તબક્કા છે. અમારી પાસે ચોક્કસપણે અમારા પોતાના પ્લેટફોર્મ હશે. અમે કૉપિરાઇટ સમસ્યાનું ધ્યાન રાખીશું.
તમે કાર્યવાહી લાઈવ આ રીતે જોઈ શકશો
એક અધિકારીના જણાવ્યા અનુસાર, કોર્ટની સુનાવણી webcast.gov.in/scindia/ દ્વારા જોઈ શકાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટ યુટ્યુબ દ્વારા કાર્યવાહીને લાઇવ-સ્ટ્રીમ કરી શકે છે અને બાદમાં તેને તેના પોતાના સર્વર પર હોસ્ટ કરી શકે છે. લોકો કોઈપણ મુશ્કેલી વિના તેમના મોબાઈલ ફોન, લેપટોપ અને કોમ્પ્યુટર પર લાઈવ સ્ટ્રીમ જોઈ શકશે.
26 ઓગસ્ટના રોજ ભૂતપૂર્વ CJI NV રમનની નિવૃત્તિના દિવસે પ્રથમ વખત સુપ્રીમ કોર્ટે વેબકાસ્ટ પોર્ટલ દ્વારા જીવંત પ્રસારણ કર્યું હતું. એનવી રમનની અધ્યક્ષતાવાળી બેન્ચની ઔપચારિક કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેંચ અનેક મહત્વપૂર્ણ મામલાઓની સુનાવણી કરશે. આમાં આર્થિક રીતે નબળા વિભાગો (EDS) ને 10 ટકા અનામત આપતા 103મા બંધારણીય સુધારાની માન્યતા અને નાગરિકતા સુધારા કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :-
- હેલ્પીંગ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સુરતની 300 થી વધુ સંસ્થા નું સન્માન સમારોહ
- કાગવડ ખોડલધામમાં ખાતે 2 વર્ષ બાદ ભવ્યાતિભવ્ય નવરાત્રિનું આયોજન, માઇભક્તોમાં અનેરો આનંદ
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp