NFRના એક સીનિયર અધિકારીએ ઘટનાને લઈને જાણકારી આપતા કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં સિયાલગહ જતી કંચનજંગા એક્સપ્રેસ ન્યૂ જલપાઈગુડી નજીક એક માલગાડી સાથે ટકરાઈ ગઈ. ઉત્તર સીમાંત રેલવે કટિહાર ડિવીઝનના ડિવીઝનલ રેલવે સંચાલકના જણાવ્યા પ્રમાણે, સવારે 9 વાગ્યે આ ઘટનામાં કેટલાક લોકોના ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે.