- કેન્દ્ર સરકારે લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો મહત્વનો નિર્ણય લીધો
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લદ્દાખમાં 5 નવા જિલ્લાઓની જાહેરાત કરી
- નવા જિલ્લાઓમાં ઝંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગનો સમાવેશ થાય છે
Ladakh New 5 District : જન્માષ્ટમીના દિવસે લદ્દાખને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે જાહેરાત કરી કે, કેન્દ્ર સરકાર લદ્દાખમાં પાંચ નવા જિલ્લા બનાવશે. આ નવા જિલ્લાઓ ઝંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ છે. અમિત શાહે કહ્યું કે, આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
શું કહ્યું અમિત શાહે ?
અમિત શાહે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ X પર આ જાહેરાત શેર કરી છે. તેમણે જણાવ્યું કે, “વિકસિત અને સમૃદ્ધ લદ્દાખ બનાવવાના પીએમ મોદીના વિઝન હેઠળ, એક વિકસિત અને સમૃદ્ધ લદ્દાખના નિર્માણ માટે જીના વિઝનને ધ્યાનમાં રાખીને MHAએ કેન્દ્રશાસિત પ્રદેશમાં પાંચ નવા જિલ્લા બનાવવાનો નિર્ણય લીધો છે.
In pursuit of PM Shri @narendramodi Ji’s vision to build a developed and prosperous Ladakh, the MHA has decided to create five new districts in the union territory. The new districts, namely Zanskar, Drass, Sham, Nubra and Changthang, will take the benefits meant for the people…
— Amit Shah (@AmitShah) August 26, 2024
નવા જિલ્લાઓ જેવા કે ઝંસ્કર, દ્રાસ, શામ, નુબ્રા અને ચાંગથાંગ, દરેક ખૂણે-ખૂણે શાસનને મજબૂત કરીને લોકો માટેના લાભો તેમના ઘર સુધી પહોંચાડશે. મોદી સરકાર લદ્દાખના લોકો માટે વિપુલ તકો ઊભી કરવા માટે પ્રતિબદ્ધ છે.” આ પહેલા, 5 ઓગષ્ટ, 2019ના રોજ કલમ 370ની સત્તાઓ નાબૂદ કર્યા બાદ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા, અને 31 ઓક્ટોબરથી, બંને અલગ રાજ્ય તરીકે કાર્યરત છે.
Union Home Minister Amit Shah tweets, “In pursuit of PM Narendra Modi’s vision to build a developed and prosperous Ladakh, the MHA has decided to create five new districts in the union territory. The new districts, namely Zanskar, Drass, Sham, Nubra and Changthang, will take the… pic.twitter.com/t1kzz3fcgx
— ANI (@ANI) August 26, 2024
હાલમાં લદ્દાખ ક્ષેત્રમાં બે જિલ્લા છે – લેહ અને કારગિલ. ગૃહ મંત્રાલયના નિર્ણય બાદ હવે લદ્દાખમાં કુલ સંખ્યા 7 થઈ ગઈ છે. લાંબા સમયથી લદ્દાખ ક્ષેત્રમાં વધારાના જિલ્લાઓની માંગ હતી. લેહ, લદ્દાખ અને કારગિલ ડિવિઝનના સામાજિક અને રાજકીય સંગઠનો વારંવાર જિલ્લાઓની માંગણી કરી રહ્યા હતા. તેને જોતા આજે ભારત સરકારના ગૃહ મંત્રાલયનો આ મહત્વનો નિર્ણય આવ્યો છે. આઝાદી બાદ પ્રથમ વખત લદ્દાખ ક્ષેત્રમાં જિલ્લાઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. સરકારી તંત્રને સુધારવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube