Kangana Ranaut Slapped By CISF Guard: બોલિવૂડ અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર CISF ગાર્ડે લાફો મારી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટ્રેસ કંગના રનૌતે આ આરોપો કર્યા છે અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. વિગતો મુજબ, હાલમાં આ CISF જવાનને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે.
કંગના રનૌતને શા માટે થપ્પડ મારી ?
કંગના રનૌતના રાજકીય સલાહકાર અનુસાર, ચંદીગઢ એરપોર્ટની અંદર CISF મહિલા ગાર્ડે કંગના રનૌતને થપ્પડ મારી હતી. તેઓએ માંગ કરી છે કે CISF ગાર્ડને હટાવવા જોઈએ અને તેમની સામે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે. એવો દાવો કરવામાં આવે છે કે CISF ગાર્ડ ખેડૂતોના આંદોલન વિરુદ્ધ બોલવા બદલ કંગના રનૌતથી નારાજ હતા.
Kangana Ranaut slapped by CISF constable Kulwinder Kaur at Chandigarh airport for calling protesting farmers Khalistanis. pic.twitter.com/IGfXz2l4os
— Prayag (@theprayagtiwari) June 6, 2024
સાંસદે આપેલી ફરિયાદમાં એ વાત સામે આવી છે કે તે ચંડીગઢ એરપોર્ટ પર પહોંચી હતી. તેને ફ્લાઇટમાં દિલ્હી આવવું પડ્યું. જ્યારે તે સિક્યોરિટી ચેક-ઈન પછી બોર્ડિંગ માટે જઈ રહી હતી ત્યારે LCT કુલવિંદર કૌર (CISF યુનિટ ચંદીગઢ એરપોર્ટ)એ તેને થપ્પડ મારી હતી. જે બાદ કંગના રનૌત સાથે મુસાફરી કરી રહેલા મયંક મધુર નામના વ્યક્તિએ કુલવિંદર કૌરને થપ્પડ મારવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી CISF જવાનોને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે મંડીથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ કંગના રનૌત આજે દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. આ દરમિયાન ચંદીગઢ એરપોર્ટ પરથી થપ્પડ મારવાના સમાચાર આવ્યા છે. સોશિયલ મીડિયા પર પોતાનો ફોટો શેર કરતા કંગના (Kangana Ranaut slapped) એ કહ્યું હતું કે તે સંસદમાં જઈ રહી છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીર પણ શેર કરી છે.
Here is CISF constable explaining why she slapped Kangana Ranaut pic.twitter.com/kDTF6molcr
— Kaushik Kanthecha (@Kaushikdd) June 6, 2024
વધુ વિગત અપડેટ થઇ રહી છે…
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube