December 19, 2024
KalTak 24 News
Bharat

ISROએ રચ્યો ફરી ઈતિહાસ,પૃથ્વી પર નજર રાખવા માટે EOS-8 સેટેલાઇટનું સફળ લોન્ચિંગ;જાણો ખાસિયતો

ISRO SSLV D3 Launch: ઈસરો દ્વારા 16 ઓગસ્ટની વહેલી સવારે 9.17 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી SSLV D3 રોકેટ લોન્ચ કરવામાં આવ્યું છે. SSLV D3 રોકેટની અંદર EOS-8 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે. તેની સાથે જ નાનું સેટેલાઈટ SR-0 DEMOSAT પણ પેસેન્જર સેટેલાઈટની માફક છોડવામાં આવ્યું છે.

આ બંને સેટેલાઈટ ધરતીથી 475 કિલોમીટરની ઉંચાઈ પર એક ગોળાકાર ઓર્બિટમાં ચક્કર લગાવશે. 475 કિલોમીટરની ઉંચાઈ પર પહોંચ્યા બાદ રોકેટ સેટેલાઈટને છોડી દેશે. આ મિશનનું આયુષ્ય એક વર્ષનું છે. જે આપત્તિ દરમિયાન એલર્ટ આપશે. આજે દેશને એક નવું ઓપરેશનલ રોકેટ મળ્યું છે.

માઇક્રોસેટેલાઇટ ડિઝાઇન અને વિકસિત કરવાનું કામ

ISROએ જણાવ્યું હતું કે SSLV-D3-EOS-08 મિશનનો એક પ્રાથમિક ઉદ્દેશ્ય માઇક્રોસેટેલાઇટ ડિઝાઇન અને વિકસિત કરવાનો છે. તેમજ માઇક્રોસેટેલાઇટ સાથે સુસંગત પેલોડ સાધનો બનાવવા અને ભવિષ્યના ઓપરેશનલ ઉપગ્રહો માટે જરૂરી નવી તકનીકોનો સમાવેશ કરવો. આજના મિશન સાથે ISRO એ સૌથી નાના રોકેટની વિકાસલક્ષી ઉડાન પૂર્ણ કરી છે, જે 500 કિલો સુધીના વજનના ઉપગ્રહોને લઈ જઈ શકે છે.

 

ન્યૂઝપેસ ઈન્ડિયા લિમિટેડને પ્રોત્સાહન મળશે

તેમજ તેમને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં (પૃથ્વી ઉપર 500 કિમી) મૂકી શકાય છે. આ મિશન ન્યૂસ્પેસ ઈન્ડિયા લિમિટેડને પણ પ્રોત્સાહન આપશે, જે ઈસરોની વ્યાપારી શાખા છે, જે આવા નાના ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનોનો ઉપયોગ કરીને વ્યવસાયિક પ્રક્ષેપણ કરવા માટે ઉદ્યોગ સાથે સહયોગ કરશે.

આપત્તિ મોનિટરિંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા

અવકાશયાનનું મિશન એક વર્ષનું છે. તેનું વજન આશરે 175.5 કિગ્રા છે. તે લગભગ 420 વોટ પાવર જનરેટ કરે છે. ISRO એ જણાવ્યું હતું કે SSLV-D3/IBL-358 લોન્ચ વ્હીકલ સાથે સેટેલાઇટ ઇન્ટરફેસ છે. પ્રથમ પેલોડ, EOIR, મિડ-વેવ IR (MIR) અને લોન્ગ-વેવ IR (LWIR) બેન્ડમાં, દિવસ અને રાત બંનેમાં છબીઓ મેળવવા માટે રચાયેલ છે. તેનો ઉપયોગ ઉપગ્રહ-આધારિત મોનિટરિંગ, ડિઝાસ્ટર મોનિટરિંગ, પર્યાવરણીય દેખરેખ, અગ્નિ શોધ, જ્વાળામુખી પ્રવૃત્તિ નિરીક્ષણ અને ઔદ્યોગિક અને વીજળી આપત્તિ નિરીક્ષણ જેવા કાર્યક્રમો માટે થાય છે.

પૂરને શોધવામાં મદદ કરશે

બીજું GNSS-R પેલોડ, દરિયાની સપાટીના પવનનું વિશ્લેષણ, જમીનની ભેજનું મૂલ્યાંકન, હિમાલયના પ્રદેશમાં ક્રાયોસ્ફિયર અભ્યાસ, પૂરની શોધ અને આંતરિક જળાશયની શોધ જેવી એપ્લિકેશન માટે GNSS-R-આધારિત રિમોટ સેન્સિંગનો ઉપયોગ કરવાની ક્ષમતા તે દર્શાવે છે.

SSLV D3 રોકેટ શું છે

SSLV એટલે સ્મોલ સેટેલાઈટ લોન્ટ વ્હીકલ અને D3 એટલે ત્રીજી ડિમૉન્સ્ટ્રેશન ફ્લાઈટ. આ રોકેટનો ઉપયોગ મિની, માઈક્રો અને નેનો સેટેલાઈટના લોન્ચિંગ માટે કરવામાં આવશે. SSLV રોકેટની લંબાઈ 34 મીટર, વ્યાસ 2 મીટર અને વજન 120 ટન છે. SSLV 10થી 500 કિલોના પેલોડ્સ 500 કિમી સુધી પહોંચાડી શકે છે. SSLV માત્ર 72 કલાકમાં તૈયાર થઈ જાય છે.

 

શું છે EOS 8 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટની વિશેષતા

  • EOS 8 અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ પર્યાવરણનું મોનિટરિંગ કરશે.
  • આપત્તિ વ્યવસ્થાપન તકનીકી પ્રદર્શન માટે કામ કરશે. આ સેટેલાઈટની અંદર ત્રણ પેલોડ છે – ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ, ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ રિફ્લેકમેટ્રી પેલોડ અને સિક UV ડોજિમીટર.
  • ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ દિવસ અને રાત્રિ દરમિયાન મધ્યમ અને લાંબા તરંગ ઇન્ફ્રારેડ તસવીરો લેશે.આ તસવીરોથી આપત્તિઓની જાણકારી મળશે. જેમ કે આગ, જ્વાળામુખી
  • આ રોકેટ પર 30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
  • 400 જીબી ડેટા સ્ટોરેજ કરવાની ક્ષમતા ધરાવે છે.

 

 

 

 

Related posts

સંભલમાં 46 વર્ષે ખૂલ્યા મંદિરના દ્વાર: હનુમાનજીની મૂર્તિ-શિવલિંગની કરાઇ સાફ-સફાઇ, જુઓ VIDEO

KalTak24 News Team

સેંકડો દીકરીઓના પાલક પિતા મહેશ સવાણી આ વર્ષે “દીકરી જગત જનની” શીર્ષક હેઠળ કરશે 300 દીકરીનું કન્યાદાન..

Sanskar Sojitra

BIG BREAKING : 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો કેન્દ્રનો નિર્ણય, 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં