Ayodhya Visit On Mauni Amavasya: મૌની અમાવસ્યાના કારણે શહેરમાં પહેલેથી જ ભીડ જામી છે.શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે લોકોને આવતીકાલે મૌની અમાવસ્યાના દિવસે અને આગામી 15-20 દિવસ સુધી અયોધ્યા ન આવવાની અપીલ કરી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે આ સંબંધમાં પત્ર જારી કરીને લોકોને આ અપીલ કરી છે. તેમણે લોકોને અપીલ કરી કે રામલલાના દર્શન કરવા માટે 15-10 દિવસ પછી અયોધ્યા પહોંચો કારણ કે પછી ભીડ ઓછી થશે અને હવામાન પણ સારું રહેશે. વાંચો ચંપત રાયે ભક્તોને શું સંદેશ આપ્યો છે.
ચંપત રાયે કહ્યું કે, ‘પ્રયાગરાજમાં 29 જાન્યુઆરીએ મૌની અમાવસ્યાનું મુખ્ય સ્નાન છે. આ દિવસે અંદાજીત 10 કરોડ લોકો ગંગા સ્નાન કરશે. બીજું કે, પ્રયાગરાજથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. ભક્તો ટ્રેન અને હાઈવે રોડ બંને માર્ગેથી અયોધ્યા આવી રહ્યા છે.’
आदरणीय भक्तजन,
जय श्री राम!
प्रयागराज में दिनांक 29 जनवरी को कुम्भ में मौनी अमावस्या का मुख्य स्नान है। अनुमान है कि लगभग 10 करोड श्रद्धालु दिनांक 29 जनवरी को प्रयागराज में स्नान करेंगे। बहुत बड़ी संख्या में प्रयागराज से भक्तजन अयोध्या जी पहुंच रहे हैं। ट्रेन एवं सड़क दोनों…
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) January 28, 2025
તેમણે વધુમાં કહ્યું કે, અયોધ્યા ધામની વસ્તીને જોતા લાગે છે કે આટલી મોટી સંખ્યામાં આવનાર લોકોને રામલલાના દર્શન કરવામાં તકલીફ પડી શકે છે. આ કારણોસર નજીકના વિસ્તારના શ્રદ્ધાળુઓ 15-20 દિવસ પછી દર્શન માટે અયોધ્યા આવે તેવી વિનંતી છે.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube