December 18, 2024
KalTak 24 News
Bharat

આજે ભારત બંધની જાહેરાત, શું છે કારણ? જાણો શું બંધ રહેશે અને શું ખુલ્લું રહેશે; જાણો તમામ માહિતી

Bharat Bandh 21 August 2024: સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ (SC) અને જનજાતિ (ST) આરક્ષણમાં ક્રીમીલેયર પર આપવામાં આવેલા નિર્ણયના વિરોધમાં આજે ઘણા સંગઠનોએ ભારત બંધ (Bharat Bandh) ની જાહેરાત કરી છે. બસપા અને આરજેડી જેવી રાજનીતિક પાર્ટીઓ દ્વારા પણ આ બંધને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

ત્યારે જાણો ભારત બંધ જાહેરાત શા માટે કરવામાં આવી છે? દલિત સંગઠનો કેમ સુપ્રીમ કોર્ટના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે? આજે ભારત બંધ દરમિયાન શું-શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે.

સુપ્રીમ કોર્ટે શું આપ્યો છે નિર્ણય?

તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે ક્વોટાની અંદર ક્વોટા સંબંધિત કેસમાં પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે 6-1ની બહુમતીથી ચુકાદો આપ્યો હતો કે રાજ્યોને અનામત માટે ક્વોટાની અંદર ક્વોટા બનાવવાનો અધિકાર છે. એટલે કે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સબ કેટેગરીઓ બનાવી શકે છે, જેથી સૌથી વધુ જરૂરિયાતમંદોને અનામતમાં પ્રાથમિકતા મળી શકે. રાજ્યની વિધાનસભાઓ આ અંગે કાયદો બનાવી શકશે. આ સાથે સુપ્રીમ કોર્ટે તેના 2004ના જૂના નિર્ણયને રદ કરી દીધો છે. જોકે, કોર્ટેનું એવું પણ કહેવું હતું કે, તમામ કેટેગરીના આધાર ઉચિત હોવા જોઈએ. કોર્ટેનું કહેવું હતું કે આવું કરવું બંધારણની કલમ 341 વિરુદ્ધ નથી. કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે SCમાં કોઈપણ એક જાતિને 100% ક્વોટા આપી શકાય નહીં. આ ઉપરાંત SCમાં સમાવિષ્ટ કોઈપણ જાતિનો ક્વોટા નક્કી કરતા પહેલા તેની હિસ્સેદારી વિશે નક્કર ડેટા હોવો જોઈએ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી, જસ્ટિસ પંકજ મિથલ, જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બનેલી બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો હતો.

કેમ થઈ રહ્યો છે વિરોધ?

આ નિર્ણય દેશભરમાં વિવાદનો વિષય બન્યો છે. વિરોધીઓનું માનવું છે કે આનાથી અનામત વ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયો છે. ઘણી સંસ્થાઓએ કહ્યું કે આ અનામત નીતિની વિરુદ્ધ છે. તેમનું કહેવું છે કે આનાથી અનામતની પ્રવર્તમાન વ્યવસ્થા પર નેગેટિવ અસર પડશે અને સામાજિક ન્યાયની ધારણા નબળી પડશે. વિરોધી કરનારાઓનો તર્ક છે કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આ અનામત તેમની પ્રગતિ માટે નથી પરંતુ સામાજિક રીતે તેમની સાથે થયેલા જુલમ સામે ન્યાય અપાવવા માટે છે. તર્ક એવો પણ છે કે, અસ્પૃશ્યતાનો ભોગ બનેલી આ જ્ઞાતિઓને એક જૂથ તરીકે ગણવી જોઈએ. તેઓ આને અનામત ખતમ કરવાનું ષડયંત્ર ગણાવી રહ્યા છે.

શું છે ભારત બંધનું કારણ?

હાલમાં જ સુપ્રીમ કોર્ટે એક નિર્ણયમાં રાજ્ય સરકારોને અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના લોકોમાં વિવિધ શ્રેણીઓ બનાવવાની મંજૂરી આપી હતી. કોર્ટે દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અનામતનો સૌથી વધુ ફાયદો જરૂરિયાતમંદોને મળવો જોઈએ. આ નિર્ણયના વિરોધમાં નેશનલ કોન્ફેડરેશન ઓફ દલિત એન્ડ ટ્રાઈબલ ઓર્ગેનાઈઝેશન (NACDAOR) ભારત બંધની જાહેરાત કરી છે. જેને અનેક રાજનીતિક પાર્ટીઓ અને સગંઠનોએ સમર્થન આપ્યું છે.

સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને દલિતો અને આદિવાસીઓના બંધારણીય અધિકારોની વિરુદ્ધ હોવાનું કહેવાય છે. કોર્ટના આ નિર્ણયને પાછો ખેંચવાની માંગ ઉઠી છે.

શું છે માંગ?

સંગઠનોએ સરકારી નોકરીઓમાં નિયુક્ત એસસી, એસટી અને ઓબીસી કર્મચારીઓના જાતિગત આંકડા જાહેર કરવા અને ભારતીય ન્યાયિક સેવા દ્વારા ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની નિમણૂક કરવાની માંગ કરી છે. NACDAORનું કહેવું છે કે સરકારી સેવાઓમાં SC/ST/OBC કર્મચારીઓના જાતિ આધારિત ડેટાને તાત્કાલિક જાહેર કરવામાં આવે, જેથી તેમનું સચોટ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થઈ શકે. સમાજના તમામ વર્ગોમાંથી ન્યાયિક અધિકારીઓ અને ન્યાયાધીશોની ભરતી કરવા માટે ભારતીય ન્યાયિક સેવા આયોગની પણ સ્થાપના કરવામાં આવે, જેથી હાયર જ્યુડિશિયરીમાં SC, ST અને OBC શ્રેણીઓનું 50 ટકા પ્રતિનિધિત્વ સુનિશ્ચિત થાય.

શું બંધ રહેશે અને શું ખુલ્લું રહેશે?

ભારત બંધને લઈને શું બંધ રહેશે અને શું ખુલ્લું તેને લઈને કોઈ ઓફિશિયલ નોટિફિકેશન જારી કરવામાં આવ્યું નથી. જો કે, બંધને જોતા કેટલાક સ્થળોએ જાહેર પરિવહન સેવા પ્રભાવિત થઈ શકે છે. એમ્બ્યુલન્સ, હોસ્પિટલ અને મેડિકલ સેવાઓ સહિતની ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. સરકારી ઓફિસો, બેંકો, પેટ્રોલ પંપ, શાળા-કોલેજોમાં સામાન્ય કામકાજ રહેશે.

કઈ પાર્ટીઓ ભારત બંધને સમર્થન આપી રહી છે?

આજે ભારત બંધની જાહેરાતને બસપા, આરજેડી, ચિરાગ પાસવાનની પાર્ટી LJP, ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ ભારત આદિવાસી પાર્ટી મોહન લાત રોતનું પણ સમર્થન મળી રહ્યું છે. આ સાથે જ કોંગ્રેસ સહિત કેટલીક પાર્ટીના નેતાઓ પણ તેના સમર્થનમાં છે.

 

 

 

 

Related posts

National Film Award 2024: નેશનલ એવોર્ડ હાથમાં લેતા જ ભાવુક થઈ માનસી પારેખ,જુઓ ભાવુક કરી દેતો વીડિયો

KalTak24 News Team

સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર કરનારા શ્યામ સરન નેગીનું 106 વર્ષની વયે નિધન, 2 દિવસ અગાઉ જ કર્યું હતું મતદાન

Sanskar Sojitra

પંજાબઃ ગોલ્ડન ટેમ્પલની બહાર ફાયરિંગ,માંડ-માંડ બચ્યા સુખબીર સિંહ બાદલ;ફાયરિંગનો વીડિયો સામે આવ્યો

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં