April 7, 2025
KalTak 24 News
Sports

Asia Cup 2023: BCCIએ એશિયા કપ 2023 માટે ભારતીય ટીમની જાહેરાત કરી,રોહિત કેપ્ટન, કેએલ રાહુલ સહિત આ ખેલાડીઓને મળી તક,જુઓ લિસ્ટ

India Squad For Asia Cup 2023 Announced

India Squad For Asia Cup 2023 Announced: જે દિવસની ઇન્ડિયન ક્રિકેટ ફેન્સને છેલ્લા કેટલાક સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે આખરે આવી ગયો છે. આજે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયા (BCCI)એ એશિયા કપ 2023 માટે ઇન્ડિયન સ્ક્વોડ જાહેર કરી છે. મિડલ ઓર્ડરમાં સ્ટાર બેટર્સ લોકેશ રાહુલ અને શ્રેયસ ઐયરની વાપસી થઈ છે.

રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે રમશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં પાકિસ્તાન સામે થશે. આ પછી ભારત 4 સપ્ટેમ્બરે નેપાળ સામે બીજી ગ્રુપ મેચ રમશે. એશિયા કપમાં ભારત, પાકિસ્તાન અને નેપાળ એક જ ગ્રુપ-એમાં છે. જણાવી દઈએ કે એશિયા કપ પાકિસ્તાનની યજમાનીમાં હાઈબ્રિડ મોડલના આધારે રમાઈ રહ્યો છે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા:-
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, પ્રખ્યાત કૃષ્ણા.

સિનિયર લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ, વિકેટ-કીપર બેટ્સમેન સંજુ સેમસન અને ફાસ્ટ બોલર ઉમરાન મલિકને 2023 એશિયા કપ માટે ભારતની 17 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે, સેમસન બેક-અપ વિકેટકીપર તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે.

એશિયા કપની વાત કરીએ તો તેમાં કુલ 6 ટીમો ભાગ લઈ રહી છે. ભારત, પાકિસ્તાન અને નેપાળ એક ગ્રુપમાં છે જ્યારે શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન બીજા ગ્રુપમાં છે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે ટકરાશે. 4 સપ્ટેમ્બરે નેપાળ સામે મેચ છે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-4માં જશે. ટૂર્નામેન્ટની 4 મેચ પાકિસ્તાનમાં અને ફાઈનલ સહિત 9 મેચ શ્રીલંકામાં યોજાવાની છે. પીસીબી ટૂર્નામેન્ટનું આયોજક છે, પરંતુ બીસીસીઆઈએ ટીમને પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. આ કારણોસર ટુર્નામેન્ટની મેચો બે દેશોમાં યોજવામાં આવી રહી છે.

ફાઈનલ સુધી ટીમ ઈન્ડિયા રમી જાય છે તો કુલ 6 મોટા મેચ રમવાનો ચાન્સ છે. આ વખતે એશિયા કપ વન ડે ફોર્મેટમાં છે. જે ટીમના દ્રષ્ટિકોણથી ખૂબ જ ઉપયોગી છે. જ્યારે બી ગ્રૂપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટમાં કુલ 13 મેચ રમાશે. એશિયાકપમાં હંમેશા ભારતીય ક્રિકેટ ટીમનો દબદબો જોવા મળ્યો છે. અત્યાર સુધી આ ટુર્નામેન્ટની 15 સીઝન થઈ છે. જેમાંથી સાત વખત ટીમ ઈન્ડિયા આ ટાઈટલ મેળવવામાં સફળ થઈ છે. જ્યારે પાકિસ્તાને બે વખત આ ટાઈટલ જીત્યો છે. 

એશિયા કપ શેડ્યૂલ

તારીખ  મેચ અને સ્થળ 
30 ઓગસ્ટ  પાકિસ્તાન વિ. નેપાળ (મુલ્તાન)
31 ઓગસ્ટ બાંગ્લાદેશ વિ.શ્રીલંકા (કેન્ડી)
2 સપ્ટેમ્બર ભારત વિ.પાકિસ્તાન (કેન્ડી)
3 સપ્ટેમ્બર બાંગ્લાદેશ વિ.અફઘાનિસ્તાન (લાહોર)
4 સપ્ટેમ્બર ભારત વિ.નેપાળ (કેન્ડી)
5 સપ્ટેમ્બર શ્રીલંકા વિ.અફઘાનિસ્તાન (લાહોર)
6 સપ્ટેમ્બર A1 વિ. B2 (લાહોર)
9 સપ્ટેમ્બર B1 વિ. B2 (કોલંબો)
10 સપ્ટેમ્બર A1 વિ. A2 (કોલંબો) 
12 સપ્ટેમ્બર A2 વિ. B1 (કોલંબો) 
14 સપ્ટેમ્બર A1 વિ. B1 (કોલંબો) 
15 સપ્ટેમ્બર A2 વિ. B2 (કોલંબો) 
17 સપ્ટેમ્બર ફાઇનલ   (કોલંબો)  

 

Related posts

BAN Vs SL: ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ ઘટના,આ રીતે આઉટ થનાર એન્જેલો મેથ્યૂસ વિશ્વનો પહેલો બેટ્સમેન

KalTak24 News Team

Sports News: યુઝવેન્દ્ર ચહલે બતાવ્યું ટીમ ઇન્ડિયાનું ડ્રેસિંગ રૂમનો મજેદાર સર્વે,VIDEOમાં મસાજ કોર્નર, ફૂડ કોર્ટ બતાવ્યું

KalTak24 News Team

પંડ્યા પરિવારના ઘરે ફરીથી ગુંજી કિલકરી, કૃણાલ પંડ્યાની પત્નીએ આપ્યો પુત્રને જન્મ,જાણો શું રાખ્યું નામ?

KalTak24 News Team