રાષ્ટ્રીય
Trending

ચંદ્રયાન-3ને લઈને નવી અપડેટ: ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3ના લેન્ડરનું કર્યું સ્વાગત, ઈસરોએ લેન્ડિંગ અંગે આપી મોટી માહિતી

  • ચંદ્રયાન-3ને લઈને મોટું અપડેટ
  • ચંદ્ર પર ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3નું સ્વાગત કર્યું 
  • ચંદ્રયાન-2 અને 3 વચ્ચે થઈ વાતચીત

ISRO Chandrayaan-3 Live Updates : ભારતનું ચંન્દ્રયાન-3 મિશન ચંન્દ્ર તરફ સતત આગળ વધી રહ્યું છે. હવે ઈસરોએ ચંદ્રયાન-3ને લઈને એક મોટું અપડેટ આપ્યું છે. ISROએ માહિતી આપી હતી કે, ચંદ્રયાન-3 અને ચંદ્રયાન-2 ઓર્બિટર વચ્ચેનો સંચાર સફળતાપૂર્વક સ્થાપિત થયો હતો. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચન્દ્રયાન-3નું સ્વાગત કર્યું છે. બંને વચ્ચે દ્વિ-માર્ગી સંચાર થયો છે. ઈસરોએ ચંદ્રયાન-3ના લેન્ડીંગ વિષે પણ એક મહત્વની અપડેટ આપી છે.

ISROએ કહ્યું કે ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3 વચ્ચે સફળતાપૂર્વક સંપર્ક સ્થાપિત કર્યો છે. ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રયાન-3નું સ્વાગત કર્યું છે અને બન્ને વચ્ચે વાતચીત પણ થઈ હતી. 21 ઓગસ્ટના દિવસે ઈસરોએ માહિતી આપી હતી કે ચંદ્ર તરફ આગળ વધી રહેલા ચંદ્રયાન-3એ ચંદ્રયાન-2ના ઓર્બિટર સાથે સફળતાપૂર્વક સંબંધ સ્થાપિત કરી લીધો છે

લેન્ડિંગ ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ આટલા વાગ્યાથી શરુ થશે

ઈસરોએ આજે ચંદ્રયાન-3ના લેન્ડિંગ અંગે નવીનતમ અપડેટ પણ બહાર પાડી છે. તેમણે જણાવ્યું કે લેન્ડિંગનો સમય 23 ઓગસ્ટે સાંજે 6.04 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. આ સમયે, વાહનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડીંગ માટે પ્રયાસ કરવામાં આવશે. ઈસરોએ એ પણ માહિતી આપી હતી કે, લેન્ડિંગ ઈવેન્ટનું લાઈવ ટેલિકાસ્ટ સ્થાનિક સમય મુજબ સાંજે 5.20 વાગ્યે શરૂ થશે.

ઈસરોના વૈજ્ઞાનિકોને પૂરો વિશ્વાસ છે કે ભલે ગમે તે થઈ જાય પરંતુ આ વખતે ચંદ્રયાન-3 ચંદ્ર પર ઉતરીને જ રહેશે. ચંદ્રયાન-2 અને 3ના લોન્ચિંગ વખતે ઈસરોના સહયોગી રહી ચૂકેલા પહેલા ઈસરો ચીફ એસ સોમનાથ અને ત્યારબાદ એરોસ્પેસ સાયન્ટિસ્ટ પ્રોફેસર રાધાકાંત પાધીનો પણ દાવો છે કે ચંદ્રયાન-2ની નિષ્ફળતા બાદ ઈસરોએ ઘણા સુધારા કર્યા છે અને વ્હીકલ-3ને એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે તે સફળતાપૂર્વક લેન્ડ કરશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button