- ગુજરાત પ્રવાસે આવેલા અરવિંદ કેજરીવાલના ટ્વીટથી રાજકિય ગરમાવો..
- ટ્વીટ કરતા લખ્યુ- થોડા જ સમયમાં સી.આર.પાટીલને અધ્યક્ષ પદેથી હટાવાશે..
- ભાજપે પલટવાર કરતા કહ્યુ- દિવા સ્વપ્ન જોવાનું બંધ કરો..
ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. AAP અને ભાજપ વચ્ચે ટ્વીટર પર શાબ્દિક યુદ્ધ છેડાયું છે. બંને પાર્ટીના નેતાઓએ હવે એકબીજા પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે. હાલ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે અને કેજરીવાલ ભાજપ પર પ્રહારનો એક પણ મોકો નથી છોડી રહ્યા. તો બીજી તરફ ભાજપના નેતાઓ પણ કેજરીવાલને જવાબ આપી રહ્યા છે. ત્યારે ગુજરાત ભાજપના સંગઠન મામલે અરવિંદ કેજરીવાલનું ટ્વીટ ચર્ચા જગાવી રહ્યાં છે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, થોડા સમયમાં સી.આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવાશે. ગુજરાતમાં AAP પાર્ટીથી ભાજપ ગભરાઈ છે.
મહત્વનું છે કે, દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, થોડા સમયમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પદ પરથી હટાવાશે. ત્યારે આ મુદ્દે ગુજરાતનું રાજકારણ ફરી ગરમાયું છે.
गुजरात में भाजपा बुरी तरह से आम आदमी पार्टी से घबरायी हुई है। सूत्रों के मुताबिक़ जल्द ही गुजरात के भाजपा प्रदेश अध्यक्ष C R पाटिल को हटाया जा रहा है। क्या भाजपा इतनी ज़्यादा डरी हुई है?
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 23, 2022
કેજરીવાલના પાટીલ પરના નિવેદન પર ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે. ભાજપ નેતા ભરત ડાંગરે ટ્વીટ કરીને કેજરીવાલે જવાબ આપ્યો કે, ગુજરાતમાં AAPના ઉમેદવારની ડિપોઝિટ ગુલ થશે. ગુજરાતીઓ માંગવા નહી આપવા માટે હાથ લાંબો કરે છે. આ ખમીરવંતી ગુજરાતીઓ AAPના ઉમેદવારોની ડિપોઝિટ ગુલ કરાવશે. તો યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને કેજરીવાલ પર પ્રહાર કર્યા કે, કેજરીવાલ તમે દિવસમાં સ્વપ્ન જોવાનું બંધ કરો. પાટીલનું નહી તમે પહેલા તમારુ વિચારો.
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતના ચૂંટણીના રણ સંગ્રામમાં ઉતરી તમામ પાર્ટીઓ ઉતરી ગઈ છે. આપના આવવાથી રાજકીય ગતિવિધિઓ એકાએક તેજ થઈ છે. હાલ બે રાજ્યોના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે છે. એક તરફ, દિલ્હીના સીએમ એરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. તો રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે છે. વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ પણ મેદાનમાં આવલી ગયું છે. રણનીતિ તૈયાર કરી રહ્યું છે. અશોક ગેહલોતે વિધાનસભાની ચૂંટણી જીતવા રણનીતિ બનાવી છે. તો ભૂપેન્દ્ર યાદવ એક સમયે ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે. તેમને ભૂપેન્દ્ર યાદવને પણ ગુજરાતના રાજકારણનો અનુભવ છે. ત્યારે ભૂપેન્દ્ર યાદવ ભાજપના નેતાઓને સંદેશ આપી શકે છે. આવામાં ગુજરાતમાં ભૂપેન્દ્ર યાદવની મુલાકાત મહત્વની મનાઈ રહી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ