જનરલ બિપિન રાવત(General Bipin Rawat)ના નિધન બાદ ખાલી પડેલ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ(CDS)ની જગ્યા આખરે ભરાઈ ગઈ છે. લેફ. જનરલ અનિલ ચોહાણ(Lt General Anil Chauhan )ને સરકારે નવા સીડીએસ(CDS) તરીકે નિયુક્તી આપી છે. જનરલ બિપિન રાવત(General Bipin Rawat)ના હેલિકોપ્ટરના અકસ્માતમાં થયેલા નિધન બાદ સીડીએસ(CDS)નો હોદ્દો ખાલી પડ્યો હતો અને હવે સરકારે તેને ભરી દીધો છે.ચૌહાણ દેશના બીજા સીડીએસ હશે.
Govt of India appoints Lt General Anil Chauhan (Retired) as the next Chief of Defence Staff (CDS) who will also function as Secretary to Government of India, Department of Military Affairs: MoD pic.twitter.com/Ohg156uwTx
— ANI (@ANI) September 28, 2022
Government appoints Lt General Anil Chauhan (Retired) as the next Chief of Defence Staff (CDS)
(file photo) pic.twitter.com/fLxIsXELq7
— ANI (@ANI) September 28, 2022
40 વર્ષની લશ્કરી સેવા ધરાવે છે જનરલ અનિલ ચોહાણ
લેફ.જનરલ અનિલ ચોહાણ(Lt General Anil Chauhan ) 40 વર્ષની લશ્કરી સેવાનો બહોળો અનુભવ ધરાવે છે. અનિલ ચોહાણે ઘણા કમાન્ડ, સ્ટાફ અને બીજા મહત્વના હોદ્દાઓ શોભાવ્યાં છે અને તેઓ જમ્મુ કાશ્મીર, નોર્થ ઈસ્ટમાં આતંકવાર વિરોધી અભિયાનોમાં ખૂબ ઊંડો અનુભવ ધરાવે છે
ઈસ્ટર્ન કમાન્ડના ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ રહી ચૂક્યા છે
લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ ઈસ્ટર્ન કમાન્ડના ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ રહી ચૂક્યા છે. તેમણે 1 સપ્ટેમ્બર 2019ના રોજ આ પદ સંભાળ્યું હતું. તેઓ ભારતીય સેનાના ડીજીએમઓ રહી ચૂક્યા છે. લેફ્ટનન્ટ જનરલ ચૌહાણે 1981 થી 2021 સુધી સેનામાં વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા. તેમને પરમ વિશિષ્ઠ સેવા મેડલ, ઉત્તમ યુદ્ધ સેવા મેડલ, અતિ વિશિષ્ઠ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ઠ સેવા મેડલ મળ્યા છે.
કોણ છે દેશના નવા સીડીએસ
રક્ષા મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલી જાણકારી અનુસાર અનિલ ચોહાણ ભારત સરકારના લશ્કરી બાબતોના સચિવ તરીકે પણ કામ કરશે. 18 મે, 1961ના રોજ જન્મેલા લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણ 1981માં ભારતીય સેનાની 11 ગોરખા રાઇફલ્સમાં સામેલ થયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલા અને ઇન્ડિયન મિલિટરી એકેડેમી, દહેરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. મેજર જનરલ રેન્ક ધરાવતા આ અધિકારીએ નોર્ધન કમાન્ડના મહત્ત્વના બારામુલ્લા સેક્ટરમાં ઇન્ફન્ટ્રી ડિવિઝનની કમાન સંભાળી હતી. બાદમાં લેફ્ટનન્ટ જનરલ તરીકે તેમણે નોર્થ ઇસ્ટમાં એક કોર્પ્સની કમાન સંભાળી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2019થી ઈસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ બન્યા અને મે 2021માં રિટાયર થયા
જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થતા ખાલી પડ્યો હતો ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફહોદ્દો
ઉલ્લેખનીય છે કે 8 ડિસેમ્બર 2021ના દિવસ સીડીએસ જનરલ બિપિન રાવત(General Bipin Rawat)નું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થતા આ હોદ્દો ખાલી પડ્યો હતો. જનરલ બિપિન રાવત(General Bipin Rawat)ની સાથે તેમની પત્ની મધુલિકા રાવત સહિત આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp