Maharashtra New CM: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis)ને બીજેપી વિધાયક દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે અને તેઓ રાજ્યના આગામી મુખ્યમંત્રી હશે. ગુરુવારે મહારાષ્ટ્રમાં શપથવિધિ યોજાવાની છે. આ દરમિયાન મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath Shinde)એ કહ્યું કે તેઓ આજે સાંજે જણાવશે કે તેઓ આવતીકાલે શપથ લેશે કે નહીં, ત્યારે અજિત પવારે(Ajit Pawar) અટકાવીને કહ્યું કે હું આવતીકાલે શપથ લેવાનો છું કે નહીં તે મને ખબર નથી. આ સાંભળીને એકનાથ શિંદે જોરથી હસ્યા.
અજિત પવાર હસવા લાગ્યા
મહાયુતિના નેતાઓની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારે હાસ્ય સર્જાયું હતું. વાસ્તવમાં એક પત્રકારે શિંદેને શપથ લેવા વિશે પૂછ્યું હતું. જેના જવાબમાં શિંદેએ કહ્યું કે તમારે સાંજ સુધી રાહ જોવી પડશે. ત્યારે નજીકમાં બેઠેલા NCP પ્રમુખ અજિત પવારે કહ્યું, તેમની (એકનાથ શિંદે) તો સાંજ સુધીમાં ખબર પડી જશે, પણ હું શપથ લેવાનો છું.આના જવાબમાં એકનાથ શિંદે કહે છે, દાદા (અજિત પવાર)ને સવારે અને સાંજે બંને સમયે શપથ લેવાનો અનુભવ છે. આ સાંભળીને અજિત પવાર જોરથી હસવા લાગ્યા.શિંદેની આ વાત પર હાસ્યના ફૂવારા છૂટ્યાં હતા અને તમામ નેતાઓ છૂટથી હસતાં જોવા મળ્યાં હતા.
#WATCH | Mumbai: When asked if he and NCP chief Ajit Pawar will also take oath as Deputy CMs tomorrow, Shiv Sena chief Eknath Shinde says, “Wait till evening…”
Replying to Shinde, NCP chief Ajit Pawar says, “Sham tak unka samaj aayega, I will take it (oath), I will not wait.”… pic.twitter.com/ZPfgg6Knco
— ANI (@ANI) December 4, 2024
આ સાથે એકનાથ શિંદેએ કહ્યું કે સામાન્ય માણસની જેમ અઢી વર્ષ સુધી મુખ્યમંત્રી તરીકે કામ કર્યું. MVA દ્વારા બંધ કરાયેલા પ્રોજેક્ટને ચલાવવા માટે અમે અઢી વર્ષ કામ કર્યું હતું. અમે અઢી વર્ષ રાજ્યમાં વિકાસ અને કલ્યાણના કાર્યો કર્યા, જે આગામી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે.
શિંદેએ ફડણવીસનો આભાર માન્યો હતો
આ સાથે એકનાથ શિંદેએ કહ્યું કે અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સમર્થન મળ્યું છે. મને દેવેન્દ્ર ફડણવીસને સીએમ તરીકે પ્રસ્તાવિત કરવાની તક મળી. હું આ અંગે ખુશ છું. તેમણે કહ્યું કે, હું ફરી એકવાર તેમને નવા સીએમ બનવા બદલ અભિનંદન પાઠવું છું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube