Surat News: સુરતમાં મુસાફરો ભરેલી સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. બસમાંથી ધૂમાડા નીકળતા ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખીને તાત્કાલિક તમામ મુસાફરોને ઉતારી દીધા હતા. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગને ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.
કોસાડ ડેપોની મનપાની સિટી બસ એરપોર્ટથી પરત ફરી રહી હતી. આ દરમ્યાન અઠવાગેટ મહાવીર હોસ્પિટલ પાસે બસના સાયલેન્સરમાં આગ લાગી હતી. જે બાદ ધુમાડા નીકળ્યા હતા. જેને લઈને બસ ડ્રાઈવરે બસને તાત્કાલિક સાઈડ પર ઉભી રાખી દીધી હતી. બસમાં અંદાજીત 20 જેટલા મુસાફરો હતા, જે તમામને સહી સલામત નીચે ઉતારી દીધા હતા અને ડ્રાઈવરે બસમાં રહેલા ફાયર એક્સ્ટિગ્યુશરથી આગને ઓલાવવાના પ્રયત્ન પણ કર્યા હતા.
બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો પણ ઘટના સ્થળે પહોચ્યો હતો અને આગ વિકરાળ બને તે પહેલા જ આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
બસ ના ડ્રાઈવર સોમસિંહ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે, તેઓ કોસાડ ડેપો પરથી બસ લઈને નીકળ્યા હતા અને સુરત રેલવે સ્ટેશન પહોંચી ત્યાંથી એરપોર્ટ જવા માટે નીકળ્યા હતા. બસની અંદર 20થી 25 જેટલા મુસાફરો હતા. વનિતા વિશ્રામ પાસે કંઈક બળવાની દુર્ગંધ આવતા બસ તાત્કાલિક સાઈડમાં લઈ લીધી હતી અને બધા મુસાફરોને સહીસલામત બહાર કાઢી દીધા હતા. ત્યારબાદ ફાયર એક્સ્ટિગ્યુશરથી આગને ઓલાવવાના પ્રયત્ન કર્યા હતા પરંતુ, કાબૂમાં આવી નહોતી. જેથી, ફાયર કંટ્રોલમાં જાણ કરી હતી અને ફાયર જવાનોએ ઘટનાસ્થળે આવીને આગ ઓલવી દીધી હતી. આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ સર્જાઈ નહોતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube