December 22, 2024
KalTak 24 News
Business

Exit Pollsથી શેરબજારમાં ધમાલ,સેન્સેક્સમાં 2600 પોઈન્ટની જંગી તેજી, નિફ્ટીમાં 800 પોઈન્ટનો ઉછાળો

Stock Market Opening: લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના અંદાજથી શેરબજાર (Stock Market) ઉત્સાહિત છે. BSE સેન્સેક્સ (Sensex) 2,621.98 પોઈન્ટ અથવા 3.55 ટકાના વધારા સાથે 76,583 ના સ્તર પર ખુલ્યો. આ તેનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. આ સિવાય NSEનો નિફ્ટી (Nifty) 807.20 પોઈન્ટ અથવા 3.58 ટકાના અદભૂત ઉછાળા સાથે 23,337.90 પર ખુલ્યો હતો. શેરબજાર (Stock Market) ઐતિહાસિક ટોચ પર ખુલ્યું છે.

નવો રેકોર્ડ બનાવી દીધો

BSE પર સેન્સેક્સ 2621 પોઈન્ટના ઉછાળા સાથે 76,583.29 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 3.58 ટકાના વધારા સાથે 23,337.90 પર ખુલ્યો હતો. ખૂલતાની સાથે જ સેન્સેક્સમાં 2000થી વધુ પોઈન્ટનો વધારો જોવા મળ્યો છે. આજે શેરબજારે નવો રેકોર્ડ બનાવી દીધો છે. આવતીકાલે 4 જૂને ચૂંટણીના પરિણામો છે. આ પહેલા સેન્સેક્સ-નિફ્ટી ઓલટાઈમ હાઈ પર ખુલ્યા છે.

પ્રી ઓપનિંગમાં જ તેજીની સુનામી

પ્રી ઓપનિંગમાં સેન્સેક્સ (Sensex)માં 2000 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. પ્રી ઓપનિંગમાં જ 2000 પોઈન્ટના ઉછાળાથી સ્પષ્ટ થાય છે કે એક્ઝિટ પોલ બાદ આજનો દિવસ બજાર માટે જબરદસ્ત તેજીનો દિવસ છે. સેન્સેક્સ (Sensex) 2596 પોઈન્ટ અથવા 3.51 ટકાના ઉછાળા બાદ 76557 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. NSE નો નિફ્ટી (Nifty) 806.90 પોઈન્ટ અથવા 3.58 ટકા વધીને 23,337.60 ના સ્તર પર હતો.

અદાણી પોર્ટ્સના શેરમાં તેજી

લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા નિફ્ટીમાં 650 પોઈન્ટથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ વર્ષનો સૌથી મોટો ઉછાળો આજના દિવસે થયો છે. અદાણી પોર્ટ્સના શેરમાં આજે 8%થી વધુની તેજી જોવા મળી છે. ભારતીય શેરબજારમાં આજે બમ્પર તેજી જોવા મળી છે. સવારે 9 વાગ્યે પ્રી-ઓપનમાં નિફ્ટીમાં 1000 પોઈન્ટનો ઉછાળો અને સેન્સેક્સમાં 2621 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.

2019માં પણ શેરબજાર (Stock Market)માં બમ્પર ઉછાળો જોવા મળ્યો 

વર્ષ 2019 માં, જ્યારે એક્ઝિટ પોલમાં 300 થી વધુ બેઠકો પર ભાજપની જીતની આગાહી કરવામાં આવી હતી, ત્યારે શેરબજાર (Stock Market)માં 1.45 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

આજે ગિફ્ટ નિફ્ટી (Nifty)એ રેકોર્ડ હાઈ દર્શાવ્યો હતો

બજારના પ્રી ઓપનિંગ પહેલા જ ગિફ્ટ નિફ્ટી (Nifty)એ આજે ​​રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચીને શેરબજાર (Stock Market) માટે મોટા સંકેતો આપ્યા હતા. ગિફ્ટી નિફ્ટી (Nifty) 823.50 પોઈન્ટ અથવા 3.62 ટકાના વધારા સાથે 23524.50 પર જોવામાં આવી હતી. આ રીતે, આજે 3 જૂન, 2024 ના રોજ, ગિફ્ટી નિફ્ટી (Nifty) પ્રથમ વખત 23500 ની ઉપર ગયો છે.

શાસક પક્ષની જીત થાય તેવી શક્યતા

એક્ઝિટ પોલ બાદ શેરબજારમાં તેજી આવી છે. સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો આવતા જ મોદીની જીતના સંકેત વધારે જોવા મળી રહ્યા છે. 1 જૂને એક્ઝિટ પોલ સાંજે બહાર આવ્યો હતો. ત્યાર બાદ શેરબજારના નિષ્ણાતોએ એવી શક્યતા વ્યક્ત કરી હતી કે શાસક પક્ષની જીતના સંકેતોને કારણે શેરબજારમાં તેજી આવી શકે છે અને તે જ જોવા મળી રહી છે.

 

 

 

Related posts

બજારમાં નીચલા સ્તરેથી ખરીદીથી બજાર ઉચકાવા છતાં ઘટીને બંધ,જુઓ આજ નું માર્કેટ !

KalTak24 News Team

Global Funds Expanding Into Massive Chinese Investment Market

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં