Navratri 2023: આગામી સમયમાં નવરાત્રીનો પર્વ આવી રહ્યો છે, ત્યારે હીરા નગરી સુરત શહેરમાં આ વર્ષે દાંત પર ખાસ પ્રકારના ડાયમંડ લગાડવાનો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. આ ડાયમંડ અલગ-અલગ 16 જેટલા શેડમાં મળે છે. નવરાત્રીને ધ્યાનમાં રાખી દાંત ઉપર ડાયમંડ લગાવવા માટે અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ પણ ખેલૈયાઓને મળી રહ્યા છે.
નવરાત્રી પર્વને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ખાસ કરીને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિધાનથી લઈને તમામ તૈયારીઓમાં ખેલૈયાઓ લાગી ગયા છે ત્યારે આ વર્ષે હીરા નગરી સુરત શહેરમાં એક અલગ જ પ્રકારનો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે. સુરતમાં લોકો નવરાત્રી પર્વને લઈને દાંત પર ડાયમંડ લગાવી રહ્યા છે, આ ડાયમંડ ખાસ પ્રકારનો હોય છે જેને સ્વરોસ્કી કહેવાય છે.
ખાસ દાંત માટે ડાયમંડ
આ અલગ-અલગ 16 પ્રકારના શેડમાં મળી જાય છે અને આ ડાયમંડ દાંતમાં લગાવવામાં માત્ર 5 થી 10 મિનિટ લાગે છે એટલું જ નહીં જ્યારે આ દાંત પરથી ડાયમંડ કાઢવું હોય તો તેને ગણતરીના સેકન્ડમાં કાઢી શકાય છે. નવરાત્રીને ધ્યાનમાં રાખી દાંત ઉપર ડાયમંડ લગાવવા માટે અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ પણ ખેલૈયાઓને મળી રહ્યા છે. એક દાંત પર એક ડાયમંડ લગાવવા માટે 2000થી લઈને 2500 રૂપિયાની કિંમત લાગતી હોય છે પરંતુ હાલ નવરાત્રી પર ડિસ્કાઉન્ટમાં આ રૂ. 800માં લાગી જાય છે.
સુરતના ડેન્ટિસ્ટ ડોક્ટર હેતલ તંબાકુવાલાએ જણાવ્યું હતું કે, નવરાત્રીને લઈને દાંતમાં ડાયમંડ લગાવવાનો ક્રેઝ લોકોમાં જોવા મળી રહ્યો છે, તેમાં અલગ અલગ 16 શેડ અને સાઈઝ પણ હોય છે, જે લોકોને જે કલર પસંદ હોય તે પ્રમાણે લોકો લગાવી રહ્યા છે, વધુમાં જણાવ્યું હતું કે, આ ડાયમંડ લગાવવાની પ્રક્રિયા 5 થી 10 મિનિટમાં પૂર્ણ થઇ જાય છે. એક દાંત પર એક ડાયમંડ લગાવવા માટે 2000થી લઈને 2500 રૂપિયાની કિંમત લાગતી હોય છે પરંતુ નવરાત્રીને લઈને ડીસકાઉન્ટ ઓફર પણ છે. સાથે તેઓએ જણાવ્યું હતું કે, ખેલૈયાઓની ઈચ્છા હોય ત્યારે તેઓ સહેલાઈથી તેને કાઢી પણ શકે છે.
આ સ્ટાઈલ સુરક્ષિત છે ?
ડોક્ટર હેતલે વધુમાં જણાવ્યું હતું કે, ડાયમંડ લગાવ્યા બાદ તે છ મહિનાથી લઈ ચાર વર્ષ સુધી રહે છે. જ્યારે ખેલૈયાઓની ઈચ્છા હોય ત્યારે તેઓ સહેલાઈથી તેને કાઢી પણ શકે છે. આ ડાયમંડને લગાવવા માટે અમે ખાસ એક પેસ્ટ લગાવીએ છીએ. ત્યારબાદ તેને લાઈટ આપીએ છીએ અને માત્ર પાંચ મિનિટમાં દાંત ઉપર આ ડાયમંડ લાગી જાય છે. આમ તો આ એકદમ સુરક્ષિત અને સુંદર માધ્યમ છે. તેમ છતાં જો કદાચ આ ડાયમંડ નીકળી જાય અને પેટની અંદર ચાલી જાય તો સહેલાઈથી સ્ટૂલના માધ્યમથી બહાર પણ નીકળી જશે.
ખેલૈયાઓને લાગ્યું ઘેલુ
દાંત ઉપર ડાયમંડ લગાવનાર રેણુબેન મિશ્રાએ જણાવ્યું હતું કે, નવરાત્રી મારા માટે બોવ જ ખાસ હોય છે, દર વર્ષે નવરાત્રી પર કંઇક અલગ કરતા હોઈએ છીએ. આ વર્ષે નવરાત્રીને લઈને આ વખતે દાંતમાં ડાયમંડ લગાવ્યો છે જેથી મને ખુબ જ સારું લાગે છે. દાંત પર ડાયમંડ લગાવવાથી મારી સ્માઈલ પણ બદલાઈ ગયી છે અને મને આ ખૂબ જ ગમી રહી છે.
વધુમાં દાંત ઉપર ડાયમંડ લગાવનાર રેણુ મિશ્રા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હું નોકરી કરું છું અને દર વર્ષે નવરાત્રીની રાહ જોઉં છું. ગરબા મને ખૂબ જ પસંદ છે. નવ દિવસ માટે અલગ અલગ પરિધાન અને જ્વેલરી ખરીદતી હોઉં છું. પરંતુ આ વખતે મને જાણ થઈ કે, દાંત ઉપર હીરા પણ લગાવી શકાય છે. નવરાત્રીમાં આ ખાસ પ્રકારનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેથી હું પણ દાંત ઉપર ડાયમંડ લગાડવા માટે આવી છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube