Madurai Train Fire Accident: તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, લખનઉથી રામેશ્વરમ જઈ પહેલી ટ્રેનના ટૂરિસ્ટ કોચમાં આગ લાગવાથી 9 લોકોના મૃત્યુ નિપજ્યાં છે, જ્યારે 20 મુસાફરો દાઝી જતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.તમામ આઠ પીડિતો યુપીના રહીશ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ જે કોચમાં આગ લાગી તેમાં કુલ 55 મુસાફરો હતા.
રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, કેટલાક મુસાફરો ગેસ સિલિન્ડર લઈને ગેરકાયદેસર રીતે કોચમાં પ્રવેશ્યા હતા. જેના કારણે ટ્રેનમાં આગ લાગી હતી. હાલ આગ પર ફાયરની ટીમે કાબૂ મેળવી લીધો છે. રેલવેએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.
રેલવે અધિકારીએ જણાવ્યું કે, કેટલાક મુસાફરો ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈને ટ્રેનમાં આવ્યા હતા, જેના કારણે આગ લાગી હતી. રેલવે નિયમો અનુસાર, રેલવે કોચની અંદર કોઈપણ જ્વલનશીલ સામગ્રી લઈ જવા પર સખત પ્રતિબંધ છે. જે કોચમાં આગ લાગી તે એક પ્રાઈવેટ કોચ હતો.
Tamil Nadu train fire | An ex-gratia of Rs 10 lakh announced to the family of the deceased: Southern Railway. https://t.co/MgXuD4CDir
— ANI (@ANI) August 26, 2023
રેલવેના જણાવ્યા મુજબ, સ્ટેશન ઓફિસર દ્વારા તારીખ 26/8/23ના રોજ સવારે 5.15 વાગ્યે મદુરાઈ યાર્ડમાં એક પ્રાઈવેટ કોચમાં આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. જે પછી તાત્કાલિક ફાયર સર્વિસને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડની ટીમ 5.45 વાગ્યે અહીં પહોંચી હતી. 7.15 વાગ્યે આગ બુઝાવી દેવામાં આવી હતી. અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી. આ એક પ્રાઈવેટ કોચ છે, જે ગઈકાલે નાગરકોઈલ જંક્શન ખાતે ઉમેરવામાં આવ્યો હતો. પાર્ટીના કોચને અલગ કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઇન પર રાખવામાં આવ્યો છે.
પ્રાઈવેટ પાર્ટી કોચમાં યાત્રી ગેરકાયદેસર રીતે ગેસ સિલિન્ડર લઈને જઈ રહ્યા હતા અને આ કારણે આગ લાગી. આગ લાગ્યા બાદ ટ્રેનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કેટલાક યાત્રી કોચમાંથી બહાર નીકળી ગયા હતા. જ્યારે કેટલાક યાત્રીઓ પ્લેટફોર્મ પર જ ઉતરી ગયા હતા. તમને જણાવી દઈએ કે કોઈપણ વ્યક્તિ IRCTC પોર્ટલનો ઉપયોગ કરીને પાર્ટી કોચને બુક કરાવી શકે છે. તેમને ગેસ સિલિન્ડર જેવા કોઈપણ જ્વલનશીલ પદાર્થ લઈ જવાની અનુમતી નથી હોતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube