વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જે. ડી. ગાબાણી લાયબ્રેરીના સયુંકત ઉપક્રમે સુરત ખાતે “ક” એટલે કાગળ, કલમ અને કવિતા શીર્ષક હેઠળ કવિ સંમેલન યોજાયું હતું.
આ કાર્યક્રમની વાત કરવામાં આવે તો કાર્યક્રમની શરૂઆતમાં સ્વાતીબેન જીયાણી એ મજાની માતાજીની સ્તુતિ પ્રસ્તુત કરી હતી.ત્યારબાદ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.દીકરી ગુણા ચાર્મી ગુજરાતી ભાષાને જીવંત રાખવા બાબતે ઘણી વાતો કરી હતી.
આ ક્રાર્યક્રમ ના મુખ્ય મહેમાન તરીકે સુરતના ક્રાઈમ બ્રાન્ચના ઓફિસર એવા શ્રી હાર્દિકભાઈ સભાડીયા તેમનો અમૂલ્ય સમય ફાળવીને અંત સુધી ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં મહેમાનોની જો વાત કરીએ તો સુરત ના શિક્ષકો, ડૉક્ટરો, ઉદ્યોગકારો, કવિઓ, લેખકો, ગઝલ સમ્રાટ, એન્જિનિયરો, કલાસ 2 ઓફિસર, કુક, સમાજ સેવકો, ટ્રસ્ટીગણ, વડીલો અને અસંખ્ય અલગ અલગ ક્ષેત્રોમાંથી વિશિષ્ટ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રેમ, ભાષા, મા, સંસ્કૃતિ, મહાદેવ, શિક્ષણ, કૃષ્ણ, મોરપીંછ વગેરે જેવા મજાના વિષયો આવરી લઈને કવિઓએ પોતાની આગવી શૈલીમાં કવિતાઓ, મુક્તકો અને ગઝલો પ્રસ્તુત કરીને સૌને કવિતાસાગરમાં સ્નાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમ ની જો વધુ વાત કરીએ તો કવિગણ તરીકે ડૉ. હર્ષરાજ સુતરિયા, પ્રશાંત મુંગરા, અમિત બાબરીયા ઉપસ્થિત રહ્યા હતા. દરેક નવોદિતને ગુજરાત રાજ્ય ઓળખે એ હેતુથી માતૃભાષા દીને આ નવોદિત કવિઓને પોતાની કવિતાઓ રજૂ કરવા માટે આમંત્રિત કરાયા હતા.
કાર્યક્રમની વિશેષતા :
૧) “ફૌજી-ચા” બ્રાન્ડે મજાની વેફર કપમાં સૌને ચા પીવાનો ખાસ આગ્રહ કર્યો હતો.
૨) ઉપસ્થિત દરેક મહેમાનોને મોરપીંછ વડે અક્ષત કંકુમનું ભાલે તિલક કરાયું હતું.
૩) દરેક મહેમાનોએ 12×6 ફૂટના બેનરમાં ગુજરાતી ભાષામાં હસ્તાક્ષર કરીને માતૃભાષા પ્રેમ વ્યક્ત કર્યો હતો.
૪) આવનારા દરેક મહેમાનોને પ્રકૃતિના જતનના ભાગ રૂપે ૧૦૦૧ કૈલાસપતિ વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૫) કાર્યક્રમ સમાપન સમયે ઉપસ્થિત દરેક મહેમાનો રાષ્ટ્રગીત ગાઈને છુટા પડ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરાગભાઈ પાનસૂરિયાએ કર્યું હતું. તેની વાણી, તેની બોલવાની છટા, વિષય ઉપરનું પ્રભુત્વ અને તેનું સંચાલન કબીલ-એ-દાદ હતું.
સુરત મુકામે યોજાયેલા વિશ્વ માતૃભાષા દિવસના સમગ્ર કાર્યક્રમનું સંયોજન અંકિતા મુલાણીએ કર્યું હતું. સૌના સહકાર થકી જ આ ઉત્સવ મહોત્સવમાં પરિણમ્યો છે. આપ સૌની આભારી. આપ સૌ તરફથી આવો જ સ્નેહ મળતો રહે અને આપ ભળતા રહો તેવી અભ્યર્થના સહ સૌની સહૃદય આભારી.
આ કાર્યક્રમ અંતે તો વિશેષ આભાર માનીએ તો ગુજરાત સાહિત્ય અકાદમી ભાગ્યેશ જહાં, જે. ડી. ગાબાણી પુસ્તકાલય તેમજ ડૉ. હર્ષરાજ સુતરિયા, અમિત બાબરીયા, પ્રશાંત મુંગરા, સ્વાતી જીયાણી, ચાર્મી ગુણા, ઋત્વિ દેસાઈ, મોનીકા સવાણી અને ટિમ, પરાગ પાનસૂરિયા, અસ્મિતા કોટડીયા અને ટીમ, જયદીપ વાડોદરીયા, જય વેકરીયા, ફૌજી ચા, આમંત્રિત દરેક ગુજરાતી ભાષાના ચાહક, વાહક અને પ્રવાહક અને વહાલો નિખિલ આ તમામ લોકો નો આભાર માનીએ તેટલો ઓછો છે.
(કવિ સંમેલન નહીં પણ સૌના હૃદયને સ્પર્શી યાદગાર બની ગયેલો મહોત્સવ)
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp