અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં બે વિન્ટેજ પ્લેન ક્રેશ થયા હોવાના અહેવાલ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ જાણકારી આપી. FAA અનુસાર, ડલ્લાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર એર શો દરમિયાન આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ અંગે હાલમાં કોઈ માહિતી નથી. હવામાં એકબીજા સાથે અથડાયા બાદ બંને પ્લેન જમીન પર તુટી પડ્યા હતા. જે બાદ તેમાં આગ લાગી હતી.
આ પછી, એક ડઝનથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓને એરપોર્ટ પર બોલાવવામાં આવી હતી, જેથી પ્લેનમાં લાગેલી આગ પર કાબૂ મેળવી શકાય. આ ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 1.20 વાગ્યાની આસપાસ બની હતી. FAA અનુસાર, એક બોઈંગ B-17 ફ્લાઈંગ ફોર્ટ્રેસ અને બેલ P-63 કિંગકોબ્રા ટકરાયા હતા. હવામાં અથડાયા બાદ બંને પ્લેન જમીન પર પડી ગયા હતા. આ ઘટના બાદ ડલ્લાસ એક્ઝિક્યુટિવ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી.
OMG – two planes collided at ‘Wings Over Dallas’ air show today
This is crazy
— James T. Yoder (@JamesYoder) November 12, 2022
આ ઘટના શનિવારે ટેક્સાસના ડેલાસની છે. અહીં દ્વિતિય વિશ્વ યુદ્ધની યાદગારી રુપે આયોજીત એક એર શો દરમિયાન એક બોઈંગ બી 17 ફ્લાઈંગ ફોર્ટેસ બોમ્બર અને બેલ પી 63 કિંગ કોબરા ફાઈટરનો અકસ્માત થયો હતો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું છે કે આ ઘટના ડેલાસ એક્ઝીક્યૂટિવ એરપોર્ટ પર બપોરે 1.20 કલાકે થઈ હતી.
Another angle pic.twitter.com/wKGn8dgxua
— James T. Yoder (@JamesYoder) November 12, 2022
આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા હતા
ફાયર બ્રિગેડની 40થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં લગભગ 6 લોકોના મોત થયા છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
ટ્વિટર પર પોસ્ટ કરાયેલા કેટલાક વીડિયોમાં બે વિમાન હવામાં અથડાતા જોવા મળે છે. બંને વિમાનો આકાશમાં જગલિંગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ અથડાયા હતા. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે અકસ્માતની તપાસ શરૂ કરી છે.
સોશિયલ મીડિયા પર આ ઘટનાના કેટલાય વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. તેમાં એકમાં દેખાઈ રહ્યું છે કે, આ વિમાન કંઈ ખાસ ઊંચાઈ પર નહોતા, પણ સામાન્ય ઊંચાઈ પર ઉડી રહ્યા હતા અને વિમાનના પંખા એક બીજા સાથે ટકરાઈ ગયા. અકસ્માત થયા બાદ તુરંત બંને વિમાન આગના ગોળા બનીને જમીન પર પડ્યા હતા. બોલ્ડર કાઉંટી શૈરિફ ઓફિસ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, એક વિમાનના કાટમાળમાંથી બે લાશ મળી આવી છે. જ્યારે અન્ય એક લાશ બીજા વિમાનમાંથી મળી આવી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp