ચિંતા માં વધારો: મંકી પોક્સના કેસમાં રેકોર્ડબ્રેક વધારો,WHOએ બોલાવી ઈમરજન્સી બેઠક

વિશ્વભરમાં કોરોના બાદ હવે મંકી પોક્સના (Monkey Pox) કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા સહિતના સ્વાસ્થ્ય સંગઠનોએ (Health organizations) ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને યુરોપમાં પહેલી વખત મંકીપોક્સના કેસમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે. અત્યાર સુધી યુરોપમાં (Europe) મંકીપોક્સના 100થી વધુ દર્દીઓ મળી ચુક્યા છે. આ ટ્રેંડને ગંભીરતાથી લેતા વિશ્વ આરોગ્ય સંગઠને (World Health Organization) એક ઈમરજન્સી બેઠક બોલાવી છે.
આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા થઈ અને મંકીપોક્સને મમહામારી જાહેર કરવી જોઈએ કે કેમ તેના પર પણ વિસ્તૃત ચર્ચા થઈ. જોકે એક્સપર્ટના મતે આ બિમારી મહામારી નહી બને કારણ કે તે કોરોનાની જેમ ઝડપથી ફેલાતી નથી. તેનાથી તુરંત સંક્રમિત પણ થવાતુ નથી.
મંકીપોક્સે વધારી ચિંતા :
- યુરોપના નવ દેશોમાં નોંધાયા મંકીપોક્સના કેસ.
- બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડમાં વધુ કેસ.
- પોર્ટુગલ,સ્પેન, સ્વિડન અને બ્રિટનમાં પણ વધતા કેસ.
- અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ મંકીપોક્સના કેસ.
- યુરોપીયન દેશમાં પહેલો કેસ સાત મેના દિવસે નોંધાયો હતો.
- નાઈઝિરીયાથી આવેલા આવેલા શખ્સમાં જોવા મળ્યા હતા મંકીપોક્સના લક્ષણ.
- મોટાભાગે આફ્રિકી દેશોમાં જોેવા મળે છે મંકીપોક્સના કેસ.
- આફ્રિકી દેશોમાં વર્ષ ૨૦૧૭થી વધતા રહ્યા છે મંકીપોક્સના કેસ.
- યુરોપિયન દેશોમાં વધતા મંકીપોક્સના કેસે વધારી ચિંતા.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.