ભાવનગર(Bhavnagar):- દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને પંજાબ ના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) ની હાજરીમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા(Alpesh Kathiriya) અને ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ભાવનગરના ગારિયાધારમાં આયોજીત કાર્યક્રમમાં અલ્પેશ કથીરિયા સત્તાવાર રીતે આપ પાર્ટી(AAP) માં જોડાયા હતા. ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
અલ્પેશ કથિરીયા વરાછા બેઠક પરથી તો ઓલપાડ બેઠક પરથી ધાર્મિક વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. આપમાં જોડાયા બાદ અલ્પેશે કહ્યું હતું કે રાજનીતિના મંચ પર જઇને કંઇક કરવાનો અમે નિર્ણય કર્યો છે. અલ્પેશ કથિરીયાએ પાટીદાર આંદોલનમાં શહીદ થયેલા 14 લોકોને યાદ કર્યા હતા. અલ્પેશે કહ્યું કે 14 મહિનાથી વધારે જેલવાસ ભોગવ્યો છે. અનેક કેસો થયા છે. પરિવર્તનની લહેરમાં ખભે ખભો મેળવી રાજનીતિમાં પ્રવેશ કર્યો છે. આવનારા દિવસોમાં ગરીબી, બેરોજગારી ઓછી થાય અને શિક્ષણ સારુ મળે તે દિશામાં આગળ વધી રહ્યા છીએ.
ભાવનગરના ગારીયાધાર તાલુકામાં આપની સભાનું આયોજન કરાયુ હતું. સભામાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવત માન પહોંચ્યા હતા. અરવિંદ કેજરીવાલે અલ્પેશ કથિરીયાનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. અલ્પેશ કથિરીયાને કેજરીવાલે ખેસ પહેરાવ્યો હતો. તે સિવાય ગારીયાધાર કોંગ્રેસના નગરપાલિકાના વિપક્ષ નેતા આપમા જોડાયા હતા. તે સિવાય ગારીયાધાર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વલ્લભ માણિયા પણ આપમા જોડાયા હતા.
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp