પોલિટિક્સ
Trending

BREAKING NEWS : આમ આદમી પાર્ટી નો CM પદનો ચહેરો જાહેર-જાણો કોણ બન્યું?

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ગઈ કાલે ચૂંટણી જાહેર થઈ ચૂકી છે.ત્યારે આમ આદમી પાર્ટીએ પંજાબ મોડલ ગુજરાતમાં અપનાવ્યું છે. દિલ્હી અને પંજાબની જેમ હવે ગુજરાતની ચૂંટણી પણ મુખ્યમંત્રી ચહેરા સાથે લડશે. ત્યારે ગુજરાતની જનતા પાસેથી આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીના નામના  સૂચનો મંગાવવામાં આવ્યા હતા.

જેને લઈને આમ આદમી પાર્ટીએ આજે મુખ્યમંત્રી ચહેરાના નામની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી માટે મુખ્યમંત્રીનો ચહેરો(AAP CM Gujarat) કોણ હશે તેની આતુરતાનો અંત આવ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના CM પદનો ચહેરો જાહેર કરી દીધો છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) દ્વારા મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇસુદાન ગઢવી(Isudan Gadhvi) મુખ્યમંત્રી પદ પર જોવા મળશે.

Gujarat Assembly Election 2022 Isudan Gadhvi AAP CM Candidate Gujarat Assembly Election 2022 Gujarat AAP CM Candidate : કેજરીવાલે કરી આપના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત, જાણો કોણ બન્યું?

આમ આદમી પાર્ટીએ દિલ્હીથી શરૂઆત કરી હતી અને ત્યાર બાદ તેમણે પંજાબમાં સરકાર બનાવી.હવે પંજાબની રણનીતિ પર ગુજરાતની ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રીના ચહેરા સાથે લડશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માં ઇસુદાન ગઢવી મુખ્યમંત્રીનો ચહેરો રહેશે.

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ કહ્યું હતું કે, ઈસુદાન ત્યાગ કરીને આમ આદમી પાર્ટીમાં આવ્યાં છે અને મહેનત પણ કરી છે. સાબરમતિ જેલમાં અમે સાથે હતાં ત્યારે અમને ઘણું જ્ઞાન મળ્યું છે. હું ઈસુદાન ગઢવીની સૌથી નજીક છું. તેમને જનતાએ પસંદ કર્યાં છે.

ઈસુદાન ગઢવીનો પરિવાર
ઈસુદાન ગઢવીનો પરિવાર

આપ મુખ્યમંત્રી જ્યાં જાહેર કર્યા તે  સ્થળે આપનો CMના પોસ્ટર લાગવામાં આવ્યા છે. પ્રથમ હરોળમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને ગુલાબસિંહ યાદવ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીએ અલગ અલગ તબક્કાવાર જાહેર થયેલા 118 ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. 

29 ઓક્ટોબરે કેજરીવાલે લોકોને SMS, વોટ્સએપ, વોઈસ મેઈલ અને ઈ-મેલ દ્વારા પાર્ટીનો સંપર્ક કરવા અને રાજ્યમાં પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હોવા જોઈએ તે જણાવવા માટે લોકોને અપીલ કરી હતી.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button