September 21, 2024
KalTak 24 News
Bharat

Statue Of Unity માં આવતીકાલે તમામ રાજ્યો ના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું વડા પ્રધાન ઉદ્ઘાટન કરશે

sou conference
  • તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓ હાજર રહેશે
  • વીડિયો કોન્ફરન્સિંગથી નરેન્દ્ર મોદી સભાને સંબોધશે
  • રાજ્ય સરકારો વચ્ચે વધુ સુમેળ બનાવવા માટે પરિષદ બોલાવવામાં આવી
  • કેવડિયા એકતાનગર ખાતે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાષ્ટ્રીય પરિષદનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન અને સભાને PM સંબોધશે
  • કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે લાઇફ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાસ્ટિક વેસ્ટ, વન્યજીવન અને વન વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર પરિષદ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(Narendra Modi) તા.23 મી સપ્ટેમ્બરના રોજ સવારે 10.30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના એકતાનગર SOU(Statue Of Unity) ખાતે આયોજીત પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.

સહકારી સંઘવાદની ભાવનાને આગળ વધારતા, કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વધુ સુમેળ બનાવવા માટે પરિષદ બોલાવવામાં આવી રહી છે, જેમાં બહુપક્ષીય અભિગમ દ્વારા પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવા, લાઇફ-પર્યાવરણ માટે જીવનશૈલી પર જેવા મુદ્દાઓ પર વધુ સારી નીતિઓ ઘડવામાં આવી રહી છે. તે ક્ષીણ થયેલી જમીનની પુનઃસ્થાપના અને વન્યજીવ સંરક્ષણ પર વિશેષ ભાર સાથે વન કવર વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.

SOU(Statue Of Unity) એકતાનગર ખાતે 23 અને 24મી સપ્ટેમ્બરના રોજ આયોજિત બે દિવસીય કોન્ફરન્સમાં 6 વિષયવાર સત્રો હશે, જેમાં લાઇફ, કોમ્બેટિંગ ક્લાઈમેટ ચેન્જ પરિવેશ (એકટીગ્રેટેડ ગ્રીન ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ); ફોરેસ્ટ્રી મેનેજમેન્ટ; પ્રદૂષણનું નિવારણ અને નિયંત્રણ; વન્યજીવન વ્યવસ્થાપન; પ્લાસ્ટિક અને વેસ્ટ મેનેજમેન્ટ (ઉત્સર્જનના ઘટાડા માટે ક્લાઈમેટ ચેન્જ પર સ્ટેટ એક્શન પ્લાન અપડેટ કરવા અને ક્લાઈમેટ ઈમ્પેક્ટ્સ માટે અનુકૂલન) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

પંજાબ: મહિલા વિદ્યાર્થીઓના ‘લીક થયેલા વાંધાજનક વીડિયો’ને લઈને ચંદીગઢ યુનિવર્સિટી માં ભારે વિરોધ

KalTak24 News Team

કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO પદ પરથી ઉદય કોટકે આપ્યું રાજીનામું,જાણો હવે કોણ સંભાળશે જવાબદારી

KalTak24 News Team

Modi 3.0 First Cabinet: મોદી સરકારમાં ખાતાઓની ફાળવણી, જાણો કોને કયું મંત્રાલય ફાળવાયું

KalTak24 News Team