જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટવાને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ભારે પૂરમાં અનેક શ્રદ્ધાળુઓ તણાઇ ગયા હતા. અત્યાર સુધીમાં 16 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 45થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યારે 40થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે. તેમની શોધમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. ITBP અને NDRFની ટીમો સ્થળ પર ખડા પગે ઊભી છે. મોડી રાત સુધી રાહત અને બચાવ કાર્ય ચાલુ હતું. શનિવાર સવારથી ફરી એકવાર કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે.
સર્ચ અને રેસ્ક્યુ ડોગ્સ પણ બચાવ કાર્યમાં લગાવાયા
બચાવ કાર્યમાં સર્ચ અને રેસ્ક્યુ ડોગ્સ પણ તૈનાત કરવામાં આવ્યા છે. શરીફબાદથી બે સર્ચ ટીમો અને રેસ્ક્યુ ડોગ્સને હેલિકોપ્ટર દ્વારા પવિત્ર ગુફામાં લઈ જવામાં આવ્યા છે.
#WATCH | 2 Through Wall Radars & 2 search & rescue dogs moved to the holy cave for rescue operation via helicopters from Sharifabad #AmarnathYatra pic.twitter.com/sOPlbudWCd
— ANI (@ANI) July 9, 2022
સવારથી 6 યાત્રાળુઓને બહાર કાઢવામાં આવ્યા હતા
હવાઈ બચાવ કામગીરીના ભાગરૂપે આજે સવારે 6 યાત્રાળુઓને બહાર કાઢવામાં આવ્યા હતા. નિલાગર હેલિપેડ પર મેડિકલ ટીમો હાજર છે. માઉન્ટેન રેસ્ક્યુ ટીમ અને અન્ય ટીમો ગુમ થયેલા લોકોને શોધી રહી છે.
#WATCH | 6 pilgrims evacuated as part of the air rescue operation, this morning. Medical teams present at Nilagrar helipad. Mountain rescue teams & lookout patrols are in the process of searching for the missing.#AmarnathYatra
(Source: Chinar Corps, Indian Army) pic.twitter.com/NccAaPFsMt
— ANI (@ANI) July 9, 2022
ANI એ અહેવાલ આપ્યો છે કે કાશ્મીરમાં તમામ આરોગ્ય કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમને તાત્કાલિક ફરજ પર જોડાવા માટે કહેવામાં આવ્યું છે. શ્રીનગર, બાંદીપોરા, બારામુલ્લા અને બડગામના સીએમઓને ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની વધારાની ટીમો બાલતાલ મોકલવા માટે કહેવામાં આવ્યું છે. દવાઓ અને ઈમરજન્સી મેડિકલ કીટ પણ મંગાવવામાં આવી છે. ગાંદરબલના સીએમઓ ડૉ. એ. શાહે શુક્રવારે કહ્યું હતું કે આ અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને 48 લોકો ઘાયલ છે. ઘાયલોને અપર હોલી કેવ, લોઅર હોલી કેવ અને પંજતરની બેઝ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
અમરનાથ યાત્રા દરમિયાન થયેલા અકસ્માત બાદ જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા લોકોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે કોઈપણ પ્રકારની મદદ માટે તેમનો સંપર્ક કરી શકાય છે. પહેલગામમાં જોઈન્ટ પોલીસ કંટ્રોલ રૂમના નંબરો 09596779039, 09797796217, 1936243233, 01936243018 છે. આ સિવાય અનંતનાગ પોલીસ કંટ્રોલ રૂમનો નંબર 09596777669, 09419051940, 01932225870 અને 01932222870 પર સંપર્ક કરી શકાય છે.
ઉપરાજ્યપાલે પીએમ અને ગૃહમંત્રીને માહિતી આપી
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે વડાપ્રધાન અને ગૃહમંત્રીને પણ રાહત અને બચાવ કાર્યની જાણકારી આપી છે. એલજી દ્વારા કહેવામાં આવ્યું છે કે સીઆરપીએફ, એનડીઆરએફ, એસડીઆરએફ, બીએસએફ, આર્મી, સ્થાનિક પોલીસ અને શ્રાઈન બોર્ડ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે. ઘાયલોને બચાવવા માટે ALH હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે લોકોનો જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા છે. યાત્રિકોને જરૂરી તમામ મદદ પૂરી પાડવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી છે.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ