September 21, 2024
KalTak 24 News
Gujarat

બોરસદમાં 11 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ,NDRFની ટીમ પહોંચી

Boarchad

આણંદ જિલ્લામાં ગુરૂવારે રાત્રે ગાજવીજ અને ભારે પવનો સાથે ફુંકાયેલા પવનોએ બોરસદ તાલુકામાં બે કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબકતા ભારે તારાજી સર્જાઇ છે જેમા કસારી માર્ગ ઉપરના તળાવમાં કુણાલ પટેલ નામના 42 વર્ષીય યુવક તળાવમા લપસી પડતા તેનુ મૃત્યુ નીપજ્યુ છે. જયારે 89 પશુઓના મોત નિપજયા છે. ભાદરણ વાઘરીવાસમાં પાણી ઘુસી જતા તેમજ અન્ય ગ્રામ્ય વિસ્તારોમા દિવાલો ધરાશાયી થતાં મોટુ નુકશાન પહોંચ્યુ છે જયારે આણંદ, ઉમરેઠ,ખંબાતમાં 1-1 ઇંચ, આંકલાવમા 3 ઇંચ, તારાપુર-પેટલાદ તાલુકામા 2-2 ઇંચ ઇંચ વરસાદ નોધાયો છે. બોરસદ શહેર તેમજ ગામડાઓમાં નીચાણળાળા વિસ્તારો, સોસાયટીઓમા પાણી ભરાઇ જતાં અનેક ઝુંપડાઓ જમીનદોસ્ત થયા છે. બોરસદ તાલુકાના હજુ પણ ભરાયેલા પાણી છે. બચાવ કામગીરી માટે NDRF એક ટીમ મોડી રાત્રે પહોંચી.

તો બોરસદના સિસ્વા ગામ જળ બંબાકાર છે. એક જ રાતમાં 11. ઈંચ વરસાદથી તારાજી જોવામળી છે. બોરસદમાં જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યુ છે. આસપાસના ગામના રસ્તા પાણીમાં ગરકાવ થયા છે, તો સોસાયટીઓ બેટમાં ફેરવાઈ છે. મેઘ તારાજી બાદ NDRFએ બચાવ અને રાહતની કામગીરી શરૂ કરી છે. સિસ્વા તળાવ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું  NDRFની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. લગભગ 200 થી વધુ લોકોને સલામત રીતે આશ્રય સ્થાનમાં ખસેડાયા છે. 

જિલ્લામા ગતરાત્રે વીજળીના કડાકા અને તીવ્ર પવનો-વાવાઝોડા સાથે થયેલા વરસાદે બોરસદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી સર્જી છે. જેમા માત્ર ચાર કલાકમા બોરસદમા વરસેલા 11.28 ઇંચ વરસાદે જળબંબાકાર અને પુરની સ્થિતિ સર્જી હતી.નીચાણવાળા વિસ્તારોઅને સોસાયટીઓમા કમ્મર સુધી પાણી ભરાઇ જતાં પાલિકાના પ્રિ-મોન્સુન પ્લાનનો છેદ ઉડી જવા પામ્યો છે. તીવ્ર સુસવાટા વચ્ચે વરસતી લહેરોએ જાણે બોરસદને બાનમાં લીધુ હતું. જેમા કસારી માર્ગ ઉપર પશુ માટે ચારો લઇન જઇ રહેલો કુણાલ પટેલ નામનો યુવાન કસારી માર્ગ ઉપર આવેલા તળાવમાં ડુબી જતાં તેનુ મોત નિપજ્યુ હતું. અંતે બે કલાકની જહેમત બાદ તેનો મૃત્તદેહ મળી આવ્યો હતો. વાવાઝોડાએ નિર્દોષ પશુઓનો પણ ભોગ લીધો છે. જેમાં માત્ર બોરસદ શહેર અને તાલુકામાં 4 ભેંસ, 5 બકરી અને 80 ગદર્ભના મૃત્યુ નિપજયા હોવાનુ ડિઝાસ્ટર શાખાના સુત્રોએ જણાવ્યુ છે. ભાદરણ સહિત આસપાસના ગામડાઓમા નીચાણવાળા સ્થળો, રહેણાંક વિસ્તારો, સોસાયટીઓમાં પાણી ભરાઇ જવા સહિત વીજપુરવઠો ખોરવાઇ જતાં રહીશોમા અફરાતફરીનો માહોલ છવાયો હતો. અનેક વિસ્તારોમા કાચા મકાનો-ઝુપડાઓ તણાઇ જવા સહિત દિવાલો ધરાશાયી થતાં મોટુ આર્થિક નુકશાન પહોંચ્યુ હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. આણંદ, ઉમરેઠ,ખંભાતમાં 1 -1 ઇંચ, આંકલાવમા 3 ઇંચ, તારાપુર-પેટલાદ તાલુકામાં 2-2 ઇંચ ઇંચ વરસાદ નોધાતા જનજીવન પ્રભાવિત થયુ છે.

મૃતદેહ શોધવા આણંદથી તરવૈયા બોલાવવા પડયા

બોરસદ શહેરના વનતલાવ પાસેના કસારી રોડ ઉપર કુણાલ ભાઇલાલભાઇ પટેલ ઉ.વ.42 નામનો યુવાન વહેલી સવારે ગાય માટે ઘાસચારો લઇને બાઇક ઉપર પરત આવતો હતો ત્યારે ભારે વહેણમાં તણાઇ જતાં પાણીમા ગરકાવ થઇ ગયો હતો. આણંદ પાલિકાના તરવૈયાઓને બોલાવીને 2 કલાકની જહેમત બાદ તેનો મૃત્તદેહ બહાર કાઢવામા સફળતા મળી હતી. શહેરના દલવાડી વિસ્તારમા રહેતો યુવાન કુણાલ પાલિકાના પૂર્વ પ્રમુખ જયોત્સનાબેન પટેલનો ભત્રીજો છે. અને તેને સંતાનમા બે બાળકો છે. કુણાલ ખેતી કરીને ગુજરાન ચલાવતો હતો. તે 10 દિવસ પહેલા જ બોરસદ પાલિકામાં ટેક્ષ વિભાગમા કોન્ટ્રાક્ટ ઉપર નોકરી શરૂ કરી હતી. તેના મોતથી પરિવારમા શોકની લાગણી પ્રગટી છે. સાંસદ મિતેષ પટેલે મૃત્તકના પરિવારજનોને આર્થિક સહાય મળે તે માટે બાંહેધરી આપી છે.

બોરસદની તારાજીનુ ઘટનાચક્ર

1 યુવકનુ મૃત્યુ

પશુમૃત્યુઃ 4 ભેંસ, 5 બકરી અને 80 ગદર્ભના મૃત્યુ

લાઇટો ગુલ થતાં રહીશોમા અફરાતફરી

સોસાયટીઓ, રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં લોકોમા ભયનો માહોલ

દિવાલો, વૃક્ષો, વીજપૉલ ધરાશાયી

ગ્રામીણ નીચાણવાળા વિસ્તારોમાં મામલતદારે સ્થળાંતર હાથ ધર્યુ

સીસ્વા ગામમા 50 લોકોનુ સ્થળાંતર

બોરસદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમા ગતરાત્રે વરસેલા સાંબેલાધાર વરસાદે તારાજી સર્જી છે. બોરસદની નજીક આવેલા સીસ્વા ગામના નીચાણવાળા વિસ્તાર ઇન્દિરાનગરીમા પાંણી ભરાઇ જતાં અધિકારીઓની ટીમ દ્વારા સ્થળ ઉપર પહોંચીને 50 લોકોનુ હાઇસ્કૂલમા સુરક્ષિત સ્થળાંતર કરાવવામા આવ્યુ છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

 

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

શરીર જીવવા માટે મહત્વનું સાધન છે. તેને નીરોગી રાખવુ તે પ્રાથમિક ફરજ છે;વિચારોના વાવેતરમાં ૬૯મો વિચાર થયો રજૂ..

Sanskar Sojitra

સુરત કીમ નજીક ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ,રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલી મુકી દીધી;રેલવે સ્ટાફની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી,જુઓ વિડીયો

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ મંગળવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સૂર્યદેવની થીમવાળા વાઘા અને સિંહાસને 9 ગ્રહનો કરાયો દિવ્ય શણગાર

KalTak24 News Team