પોલિટિક્સ
Trending

નૂપુર શર્મા ટીવી પર આવી દેશની માફી માંગે : સુપ્રીમ કોર્ટ

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma) એ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. શર્મા (Nupur Sharma) એ તેમની સામે ચાલી રહેલા કેસોને અલગ-અલગ રાજ્યોમાંથી ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. હાલ આ અરજીની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટે આ મામલે ભાજપના પૂર્વ પ્રવક્તાને સખત ઠપકો આપ્યો છે. કોર્ટે કહ્યું કે નૂપુર શર્મા (Nupur Sharma) એ ટીવી પર આવી દેશની માફી માગવી જોઇએ.

નોંધનીય છે કે, નૂપુર શર્મા(Nupur Sharma) બીજેપી પ્રવક્તા હતા. તેમણે તાજેતરમાં જ એક ટીવી ડિબેટમાં મોહમ્મદ પેયગંબર વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેનો ઘણો વિરોધ થયો હતો. અહીં સુધી કે કુવૈત, યુએઈ અને કતર સહિત તમામ મુસ્લિમ દેશોએ તેમના નિવેદનની નિંદા કરી હતી. ત્યારપછી બીજેપીએ નૂપુર શર્મા(Nupur Sharma)ને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.

નૂપુર શર્મા(Nupur Sharma)ના પયંગબર નિવેદનના કારણે આખા દેશના ઘણાં ભાગમાં વિરોધ પ્રદર્શન પણ થયા છે. એટલું જ નહીં મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યોમાં તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. નૂપુર શર્મા(Nupur Sharma)એ દરેક કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગણી કરી છે.

સમાચાર મુજબ નૂપુર શર્મા ઘણા રાજ્યોમાં તેમની વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરને દિલ્હી ટ્રાન્સફર કરવા માંગે છે. તેમણે આ માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ દરમિયાન ભાજપના પૂર્વ પ્રવક્તાએ માહિતી આપી હતી કે તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button