- જાબના મુખ્યમંત્રી ભગવંત માને પોતાની જ સરકારના મંત્રી વિજય સિંગલાને હટાવી દીધા છે.
પંજાબના (Punjab) મુખ્યમંત્રી ભગવંત માને પોતાની જ સરકારના મંત્રી વિજય સિંગલાને (Vijay Singla) હટાવી દીધા છે. વિજય સિંગલા સામે ભ્રષ્ટાચારના પુરાવા (Evidence of corruption) મળ્યા બાદ મુખ્યમંત્રી ભગવંત માને આ કાર્યવાહી કરી છે. સીએમ ભગવંત માને પંજાબ પોલીસને વિજય સિંગલાની વિરુદ્ધ કેસ નોંધવા માટે પણ સૂચના આપી છે.
વિજય સિંગલા ભગવંત માનની આગેવાની હેઠળની સરકારમાં આરોગ્ય મંત્રી હતા. વિજય સિંગલા પર અધિકારીઓ તરફથી કોન્ટ્રાક્ટ પર એક ટકા કમિશનની માંગણી અને ભ્રષ્ટાચારની ફરિયાદો આવી રહી હતી. વિજય સિંગલાના ભ્રષ્ટાચારમાં સામેલ હોવાના આરોપ અંગે મજબૂત પુરાવા મળ્યા બાદ સીએમ ભગવંત માને તેમને તેમની કેબિનેટમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો.
Punjab CM Bhagwant Mann sacks state’s Health Minister Vijay Singla following complaints of corruption against him. He was demanding a 1% commission from officials for contracts. Concrete evidence found against Singla: Punjab CMO pic.twitter.com/YGFw1SYtzk
— ANI (@ANI) May 24, 2022
1 ટકો પણ ભ્રષ્ટાચાર સાંખી લેવામાં આવશે નહીં :
મુખ્યમંત્રી ભગવંત માને વિજય સિંગલાને મંત્રીમંડળમાંથી બહાર કરતા જાહેરાત કરી હતી કે, એક ટકા ભ્રષ્ટાચાર પણ સાંખી લેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, જનતાએ ઘણી બધી આશાઓ સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે. તેમના આશા પર ખરાં ઉતરવું અમારુ કર્તવ્ય છે. સીએમ માને કહ્યું કે, જ્યારે સુધી અરવિંદ કેજરીવાલ જેવા ભારતના માતાના લાલ અને ભગવંત માન જેવા સિપાહી છે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ મહાયુદ્ધ ચાલુ રહેશે.
નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.