September 21, 2024
KalTak 24 News
Gujarat

સુરતના કાપોદ્રામાં ધોરણ 12ના વિદ્યાર્થીએ બ્રિજ પરથી કર્યો આપઘાત.

Surat Brige

સુરત(Surat): વાહન ચોરીના કેસમાં પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવ્યા પછી પિતાએ ઠપકો આપતા કાપોદ્રા(Kapodra)ના ધોરણ 12ના વિદ્યાર્થીએ નાના વરાછા કલાકુંજ પાસે આવેલા નવા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. તારીખ 21મીએ ઘરેથી નીકળ્યા પછી પડતું મુકનાર વિદ્યાર્થીનો સોમવારના રોજ બ્રિજ નજીકથી જ મૃતદેહ મળી આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, અમરેલીના મોટાલીલીયા તાલુકાના શેઢાવદર ગામના વતની અને હાલ કાપોદ્રા ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા હસમુખભાઈ પાનસુરીયા હીરાના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 17 વર્ષીય પુત્ર જેનીશ ઘર પાસે શુભલક્ષ્મી વિદ્યાલયમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો.

તારીખ 21મીના રોજ જેનીશ ઘરે કાઈ કહ્યા વગર જ નીકળી ગયો હતો. નાનાવરાછા કલાકુંજ નજીકના નવા બ્રિજ પર પહોંચી તાપીમાં મોતની છલાંગ લગાવી હતી. આ દરમિયાન કોઈ બાઈક ચાલકની નજર પડતા ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ જેનીશ મળી આવ્યો ન હતો.

બીજી બાજુ જેનીશ ઘરે પરત ન ફરતા તેના પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેનો કોઈ પત્તો ન લાગવાને કારણે અંતે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. આ દરમિયાન સોમવારના રોજ સવારે બ્રિજ પાસે જ તાપીમાંથી જેનીશનો મૃતદેહ મળી આવ્યો હતો.​​​​​​​

કાપોદ્રા પોલીસે જણાવતા કહ્યું હતું કે, જેનીશ 21મીએ ગુમ થયો હતો. તેના 3 દિવસ અગાઉ જ વાહનચોરીના કેસમાં જેનીશને પોલીસ દ્વારા તેના પિતા સાથે પૂછપરછ માટે બોલાવ્યો હતો અને જેનીશ ખરાબ સંગતમાં જઈ રહ્યો છે તેવું તેના પિતાને કહ્યું હતું અને જેનીશને સમજાવવામાં આવ્યો હતો. ઘરે ગયા પછી પિતાએ તેને ઠપકો આપ્યો હતો. જેના કારણે જેનીશે આ પ્રકારનું અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં અવી રહી છે. સાથે સાથે ધોરણ-12ની પરીક્ષા આપી હોવાથી તેના રીઝલ્ટના ટેન્શનમાં પણ પગલું ભર્યું હોવાની શક્યતા પણ વ્યકત કરવામાં આવી રહી છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related posts

સુરત/૧૪૦૦ કિલો રંગનો ઉપયોગ કરી સતત ૧૫ કલાકની મેહનતથી સજાવ્યો ભવ્ય રામદરબાર,૪૦ બહેનોએ ૧૧,૧૧૧ સ્કે. ફૂટની રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળી બનાવી

Sanskar Sojitra

પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી,ગુજરાતને મળી સ્વદેશી સેમી હાઈસ્પીડ ટ્રેન

KalTak24 News Team

સૌરાષ્ટ્ર જાણીતા પત્રકાર અને રાષ્ટ્રવાદી વિચારધારાના વાહક જિજ્ઞેશ કાલાવડિયા આજરોજ વિધીવત રાજપા માં જોડાશે

KalTak24 News Team