December 21, 2024
KalTak 24 News
Entrainment

બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ, જાણો સમગ્ર મામલો

Actor-Govinda-768x432.jpg

Govinda Accidentally Shot By His Own Gun : બોલિવૂડમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી છે. આ ઘટના વહેલી સવારે બની હતી. રિવોલ્વર સાફ કરતી વખતે ભૂલથી મિસફાયર થઈ જતા પોતાના જ પગમાં ગોળી વાગી ગઈ હતી. હાલ અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સારવાર ચાલી રહી છે.

રિવોલ્વર સાફ કરતી વખતે બની ઘટના

સૂત્રોના જણાવ્યાનુસાર, આ ઘટના આજે સવારે લગભગ 4.45 વાગ્યે બની હતી. કહેવાય છે કે ગોવિંદા ICUમાં દાખલ છે. તેમની હાલત ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર, ગોવિંદાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી આકસ્મિક રીતે ગોળી નીકળી હતી, જે તેના પગમાં વાગી હતી. ગોવિંદા તેની લાયસન્સવાળી રિવોલ્વર સાફ કરી રહ્યા હતા ત્યારે આકસ્મિક રીતે મિસફાયર થઈ ગયું હતું. ગોળી તેના ઘૂંટણની નજીક વાગી હતી અને તે હાલમાં મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ગોવિંદાની હાલતમાં સુધારો

ગોવિંદાના મેનેજર શશિ સિન્હાએ ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં જણાવ્યું કે, અભિનેતા અને શિવસેનાના નેતા ગોવિંદા કોલકાતા જવાની તૈયારીમાં હતા. તે તેની લાયસન્સવાળી રિવોલ્વર કબાટમાં રાખી રહ્યા હતા જ્યારે તે તેના હાથમાંથી પડી અને એક ગોળી નીકળી જે તેના પગમાં વાગી. ડૉક્ટરે ગોળી કાઢી નાખી છે અને તેમની હાલત સારી છે. તે અત્યારે હોસ્પિટલમાં છે.

પોલીસ તપાસમાં જોડાઈ

આજે સવારે ગોવિંદા ક્યાંક બહાર જવા માટે નીકળી રહ્યો હતો ત્યારે ભૂલથી મિસફાયર થઈ ગયું હતું. જે બાદ ગોવિંદાને CRITI કેયર હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ગોળી ચાલ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તેમને ગોવિંદાની ગન તેમના કબજામાં લઈ લીધી હતી. જે બાદ પોલીસ તપાસમાં જોડાઈ ગઈ છે.જો કે તેના પરિવાર અને ટીમે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

નોંધનીય છે કે ગોવિંદા આ દિવસોમાં એક્ટિંગની દુનિયાથી દૂર છે. તે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. જોકે તેના મ્યૂઝિક વીડિયો આવતા રહે છે. આ સાથે તે ઘણા રિયાલિટી શોમાં પણ જોવા મળે છે. ટીવી પર ગોવિંદા તેની પત્ની સુનીતા સાથે અનેકવાર જોવા મળે છે. જ્યાં ઘણી વખત તે પોતાની પ્રોફેશનલ અને ક્યારેક અંગત જીવન વિશે એવા ખુલાસા કરે છે જેના વિશે ફેન્સ પણ જાણતા નથી.

કુલી નંબર 1, હીરો નંબર 1, રાજા બાબુ, છોટે સરકાર, હદ કર દી આપને જેવી ફિલ્મોનો ભાગ રહેલા ગોવિંદા છેલ્લાં 5 વર્ષથી ફિલ્મોથી દૂર છે. તેમની છેલ્લી રિલીઝ ફિલ્મ 2019ની રંગીલા રાજા છે.

 

 

 

 

 

Related posts

દર્શિતા ઉપાધ્યાય ની સફલતા ની સીડી ચડવાની આદત સાથે EXCLUSIVE વાત

Sanskar Sojitra

એક વાર મોસ્ટ અવેઈટેડ ગુજરાતી ફિલ્મ ‘ફકત પુરૂષો માટે’માં જોવા મળશે,આ બ્લોકબ્લાસ્ટર ફિલ્મના ટ્રેલરમાં અમિતાભ બચ્ચન;આ તારીખે થશે ફિલ્મ રિલીઝ

KalTak24 News Team

અમદાવાદ/ પ્રથમવાર ડ્રોનનો ઉપયોગ કરીને રિલીઝ કરાયું આ ગુજરાતી ફિલ્મનું ટાઇટલ,ગુજરાતના શૌર્ય,સમર્પણ અને ઈતિહાસ દર્શાવતી છે ફિલ્મ

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં