April 8, 2025
KalTak 24 News
Gujarat

સુરત માં લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા 9માં “વોલકેનો” ગ્રુપ નું કર્યું લોન્ચિંગ..

ગત ગુરુવાર ના રોજ કતારગામ ખાતે લોકલ વોકલ બિઝનેસ દ્વારા સુરત માં 9 માં ગ્રુપ નું કર્યું લોન્ચિંગ યોજાયું હતું .લોકલ વોક્લ ગ્રુપ દ્વારા બિઝનેસ કરવા માટેની તાલીમ તેમજ જૂથમાં બિઝનેસ કરવા માટેની ઉત્તમ વ્યવસ્થા કરી આપે છે.અત્યાર સુધી ૭૫૦ થી પણ વધુ બિઝનેસમેન આ ગ્રુપમાં જોડાઇ ચુક્યા છે.

લોકલ વોક્લ બિઝનેસમાં બિઝનેસમેનો માટે ગત ગુરૂવારે નવું ગ્રુપ “વોલકેનો” નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.જેમાં સુરત અને અન્ય જિલ્લાઓના થઈ ૪૦૦ થી પણ વધુ બિઝનેસમેનો આ ઇવેન્ટ માં જોડ્યા હતા. આ ઇવેન્ટમાં બિઝનેસના ગ્રુપ માટે બિઝનેસ એક્સ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા વિઝિટરોએ સ્ટોલની મુલાકાત લીધી હતી.

આ ઇવેન્ટ માં સારેગામાં પા અને તારે જમીન પર ફેમ સૌરવજોય દેવ પોતાના સંગીત પર લોકો ઝુમી ઉઠ્યા હતા,

વધુ માં જણાવીએ તો લોકલ વોકલ બિઝનેસના ફાઉન્ડર આકાશ વઘાસિયાએ જણાવ્યું હતું કે કોઇપણ પ્રકાર ના બિઝનેસમેન આ સંસ્થામાં જોડાઇ પોતાના બિઝનેસનો ગ્રોથ કરી શકે છે. હાલ લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ સુરત સિવાય આણંદ, નડિયાદ, વડોદરા તેમજ નાસિકમાં પણ કાર્યરત છે અને આવનારા સમયમાં દેશના દરેક શહેરમાં શરૂ કરવાની યોજના ઘડાઇ રહી છે.

માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં ૭૫૦ થી પણ વધુ બિઝનેસમેનો આ સંસ્થામાં જોડાઇ ચૂક્યા છે અને અનેક ગણો બિઝનેસ એકબીજાને આપી રહ્યા છે.કોઈપણ વ્યક્તિને પોતાનો બિઝનેસમાં આગળ વધવું હોય તે માટે આ પ્લેટફોર્મમાં જોડાયને બિઝનેસના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવી શકે છે.લોકલ વોક્લ બિઝનેસ અંતર્ગત દરેક વય જૂથના ઉદ્યોગ સાહસિકો માટે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

(રિપોર્ટર: સંસ્કાર સોજીત્રા)

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/KGP8nInaIdkDusVSa0e1mZ

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

Related posts

બોટાદ/‌ શ્રી રામ પ્રાગટ્યોત્સવ એવં શ્રીહરિ પ્રાગટ્યોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર

Sanskar Sojitra

દૂધસાગર ડેરીના નાણાંકીય ગોટાળા સંદર્ભે વિપુલ ચૌધરીની અટકાયત , જાણો શું છે સમગ્ર મામલો

KalTak24 News Team

કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો,ધરતીકંપનું કેન્દ્ર બિંદુ ખાવડા નજીક નોંધવામાં આવ્યું,સતત ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ

KalTak24 News Team