November 10, 2024
KalTak 24 News
Gujarat

કચ્છમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો,ધરતીકંપનું કેન્દ્ર બિંદુ ખાવડા નજીક નોંધવામાં આવ્યું,સતત ધરા ધ્રૂજતા લોકોમાં ડરનો માહોલ

Earthquake In Kutch
  • ખાવડા પાસે 4.1ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો
  • સવારે 8.06 વાગ્યે અનુભવાયો ભૂકંપ
  • એક જ સપ્તાહમાં બીજીવાર ભૂકંપ આવતાં લોકોમાં ભય

Earthquake In Kutch Today: ગુજરાતના કચ્છમાં આજે સવારે ધરા ધ્રુજી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, ગુજરાતના કચ્છ પ્રદેશમાં સવારે 08.06 કલાકે 4.1ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. તેની ઉંડાઈ 15 કિલોમીટર નીચે હતી.ભૂકંપનું કેન્દ્ર બહિંદુ ખાવડા નજીક નોંધવામાં આવ્યું છે, જોકે ભૂકંપ પછી કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનીના અહેવાલ સામે આવ્યા નથી.

અગાઉ, 28 જાન્યુઆરીના રોજ પણ કચ્છની ધરા ધ્રુજી હતી. બપોરે 4.40ના સમયે 4.1ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભચાઉથી 21 km દૂર ઉત્તર પશ્ચિમ દિશામાં નોંધાયું હતું. ભૂકંપની અસર સમગ્ર જિલ્લામાં અનુભવાઈ હતી.

કેમ આવે છે ભૂકંપ?

ભૂકંપનું કેન્દ્ર એ એવી જગ્યા છે જ્યાં જમીનની નીચે પ્લેટોમાં હલનચલનને કારણે ભૂસ્તરશાસ્ત્રીય ઉર્જા નીકળે છે. આ જગ્યાએ ભૂકંપના કંપન સૌથી પ્રબળ હોય છે. જેની અસર પણ જોરદાર રીતે અનુભવાય છે. આ રીતે જ ભૂકંપનું કેન્દ્રબિંદુ જાણવા મળે છે.

ભૂકંપના આંચકા દૂર સુધી કેમ અનુભવાય છે?

જેમ જેમ ભૂકંપના કંપનની આવર્તન વધે છે તેમ તેમ તેની અસર ઓછી થવા લાગે છે. જો કે, જો રિએક્ટર સ્કેલ પર 7 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ આવે છે, તો તેના આંચકા કેટલાક કિલોમીટર દૂરથી અનુભવાય છે. આ બધી બાબતો તેના પર આધાર રાખે છે કે ભૂકંપની આવર્તન ઉપરની તરફ છે કે નીચે તરફ. જો કંપનની આવર્તન ઉપરની તરફ હોય તો તે ઓછા વિસ્તારને અસર કરે છે, પરંતુ જો આ આવર્તન નીચે તરફ હોય તો તે વધુ વિસ્તારને અસર કરે છે અને ભૂકંપના આંચકા દૂર સુધી અનુભવી શકાય છે.

 

Group 69

 

 

Related posts

BIG BREAKING: જીજ્ઞેશ મેવાણી સહિત 19ને કોર્ટ 6 માસની સજા ફટકારી, 2016 થી ચાલી રહ્યો હતો કેસ

KalTak24 News Team

જૂનાગઢ/ આ છે ભવનાથ તળેટીમાં આવેલી પૌરાણિક ફરવા જેવી જગ્યાઓ,જોઈ લો આખું લિસ્ટ

KalTak24 News Team

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જીતેલા 5 ઉમેદવારોએ ધારાસભ્યપદના શપથ લીધા,વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ શપથ લેવડાવ્યા

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..