- 2000ની નોટો બદલવાને લઈને લોકોને મળી રાહત
- હવે 7 ઓક્ટોબર સુધી બદલાવી શકાશે 2000ની નોટ
- આજે હતો છેલ્લો દિવસ, આરબીઆઈએ અઠવાડિયું મુદત વધારી
RBI Decision: ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI એ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા તેને અન્ય નોટો સાથે બદલવાની તારીખ 7 ઓક્ટોબર સુધી લંબાવી છે. આરબીઆઈએ એક પરિપત્ર જારી કરીને આ જાણકારી આપી હતી.
એક સમયે 20000 સુધીની 2000ની નોટો બદલાવી શકાશે
2000 રૂપિયાની બેંકનોટ એક સમયે મહત્તમ 20,000 રૂપિયાની મર્યાદા સુધી બદલી શકાય છે. તમે રિઝર્વ બેંકની 19 ઓફિસમાં ઇન્ડિયા પોસ્ટ દ્વારા 2000 રૂપિયાની નોટ પણ મોકલી શકો છો. 2000 રૂપિયાની બેંક નોટ આમાંથી કોઈપણ ઓફિસમાં કોઈપણ મર્યાદા વિના જમા કરાવી શકાય છે.
₹2000 Denomination Banknotes – Withdrawal from Circulation – Reviewhttps://t.co/hOpOpA0J94
— ReserveBankOfIndia (@RBI) September 30, 2023
બેન્કો 2000ની નોટો ન સ્વીકારે તો શું કરવું
જો કોઈ બેંક 7 ઓક્ટોબર સુધી 2000ની નોટો લેવાની ના પાડે તો તમે રિઝર્વ બેંકની વેબસાઈટ પર તેની ફરિયાદ કરી શકો છો. જો બેંક ફરિયાદ દાખલ કર્યાના 30 દિવસની અંદર જવાબ ન આપે અથવા ફરિયાદીને બેન્કના જવાબથી સંતોષ ન લાગે તો ગ્રાહકો રિઝર્વ બેંકના લોકપાલમાં ફરિયાદ નોંધાવી શકે છે.
30 સપ્ટેમ્બર હતો છેલ્લો દિવસ
આમ તો 2000ની ચલણી નોટો બદલવાની ડેડલાઈન 30 સપ્ટેમ્બર હતી પરંતુ લોકો પાસે એક પણ નોટ રહી ન જાય તે માટે આરબીઆઈએ હવે એક અઠવાડિયું મુદત વધારી છે એટલે કે હવે લોકો 7 ઓક્ટોબર સુધી નોટો બદલાવી શકશે.
As the period specified for the withdrawal process has come to an end, and based on a review, it has been decided to extend the current arrangement for the deposit/exchange of Rs 2000 banknotes until October 07, 2023: Reserve Bank of India pic.twitter.com/ovDz0aCjrm
— ANI (@ANI) September 30, 2023
8 ઓક્ટોબરે બંધ થઈ જશે નોટો બદલવાની પ્રક્રિયા
આરબીઆઈ તરફથી જારી એક નિવેદન અનુસાર, 8 ઓક્ટોબરે 2000ની ચલણી નોટો બદલવાનું કામ બંધ થઈ જશે. એટલે લોકો પાસે હજુ પણ નોટો બદલવા માટે એક અઠવાડિયાનો સમય છે.
RBI દ્વારા જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, 8 ઓક્ટોબર, 2023થી બેંક શાખાઓમાં બે હજારની નોટ જમા લેવાનું અને બદલવાનું બંધ કરી દેવાશે. 8 ઓક્ટબર પછી RBIના 19 ઈશ્યૂ ઓફિસમાં એક વખતમાં 20 હજાર રુપિયા સુધીની 2000ની નોટ બદલી શકાશે. 8 ઓક્ટોબર પછી માત્ર RBIના 19 ઈશ્યૂ ઓફિસની મદદથી બે હજારની વધેલી નોટને પોતાના ખાતામાં જમા કરી શકાશે.લોકો બે હજારની નોટ પોસ્ટ ઓફિસથી RBIના 19 ઈશ્યૂ ઓફિસને મોકલી શકે છે. આ નોટનું મૂલ્ય સંબંધિત વ્યક્તિના ખાતામાં ક્રેડિટ કરી દેવાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube