December 19, 2024
KalTak 24 News
Viral Video

વરસાદ પણ રોકી શક્યો નહીં તેમના લગ્ન,જુઓ વાયરલ વીડિયો

Viral Video: અનોખા લગ્નનો એક ફની વીડિયો સોશિયલ મીડિયામાં(Social Media) વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં વરરાજા(Groom) અને દુલ્હન(Bride) ભારે વરસાદ વચ્ચે છત્રી લઈને ફેરા ફરતા જોવા મળે છે. આટલું જ નહીં, વીડિયોમાં આસપાસ હાજર લોકોનો હસવાનો અને જલ્દી જલ્દી ફેરા ફરવાનો અવાજ આવી રહ્યો છે.

લગ્નનો અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો છત્તીસગઢના કવર્ધા જિલ્લાના પંડારિયા વિસ્તારનો છે. હવે આ અનોખા લગ્ન(Marriage)નો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો આ વીડિયોને મુંગેલી જિલ્લાનો જણાવી રહ્યા છે. જો કે આ વીડિયો ક્યા સ્થળનો છે તે હજુ સ્પષ્ટ નથી થયું.

ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવો નજારો
ખરેખર, હવામાનનો મૂડ ઘણો બદલાઈ ગયો છે. ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવો નજારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન એક અનોખા લગ્નનો આ વીડિયો સામે આવ્યો છે. આ લગ્નમાં ભારે વરસાદ વચ્ચે વર-કન્યા છત્રી લઈને આવ્યા હતા.

વીડિયોમાં જે અવાજ આવી રહ્યો છે તે મુજબ મંડપની આસપાસ બેઠેલા લોકો તાળીઓ પાડી રહ્યા છે. કેટલાક લોકો વર-કન્યાને જોઈને હસી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લગ્નની વિધિ પૂરી થઈ ગઈ હતી. પરંતુ ફેરા ફરી શક્યા નહોતા. જેના કારણે ઘરના લોકોએ આ રીતે વરસાદી પાણીમાં ફેરા ફરવાનું શરૂ કર્યું હતું.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

Related posts

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની દયાબેનની હાલત જોઈને ફેન્સને લાગ્યો આંચકો, જુઓ વાયરલ વીડિયો

KalTak24 News Team

પેસેન્જરે એર હોસ્ટેસને કહ્યું ‘નોકર’,તો એર હોસ્ટેસે સંભળાવ્યું – હું કર્મચારી છું, તમારી નોકર નથી-વીડિયો વાયરલ

KalTak24 News Team

પિતાના જન્મદિવસ પર કેનેડાથી આવીને પુત્રએ આપ્યું જબરદસ્ત સરપ્રાઈઝ,જુઓ વાયરલ વિડિઓ

KalTak24 News Team
Advertisement