December 19, 2024
KalTak 24 News
Viral Video

બેંગકોકથી ભારત આવી રહેલી ફ્લાઈટમાં બે મુસાફરો વચ્ચે થઈ ઝપાઝપી, વીડિયો થયો વાયરલ

Bangkok To India Flight: બેંગકોક(Bangkok)થી ભારત આવી રહેલી થાઈ સ્માઈલ ફ્લાઈટમાં બે મુસાફરો વચ્ચે મારપીટ થઈ હતી. આકાશમાં હજારો ફૂટ ઉંચી ઉડતી ફ્લાઈટની અંદર બે મુસાફરો(Passenger)ની લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ(Viral) થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા(Social Media) દ્વારા પણ આવી ઘટનાઓ સામે આવી છે. તાજેતરની ઘટનાનો વિડિયો જોઈને ખ્યાલ આવે છે કે હવે ફ્લાઈટમાં પણ અપરાધની ઘટનાઓ સતત વધી રહી છે. મામલો મંગળવાર (27 ડિસેમ્બર)નો છે.

ઝપાઝપીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે

વાયરલ થઈ રહેલી ઘટનાના વીડિયોમાં, બે માણસો એકબીજા સાથે દલીલ કરતા જોઈ શકાય છે જ્યારે એક ફ્લાઈટ એટેન્ડન્ટ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કરી રહ્યો છે. બે પુરૂષ મુસાફરો એકબીજા સાથે ઝપાઝપી કરે છે જેમાં એક મુસાફર બીજાને “હેન્ડ્સ ડાઉન” કહેતા સાંભળી શકાય છે. તે વારંવાર બૂમો પાડતો જોવા મળે છે, “તમારા હાથ નીચે રાખો”. થોડી જ વારમાં બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ જાય છે અને મામલો મારામારી સુધી પહોંચી જાય છે.

એક મુસાફરે બીજાને માર માર્યો
વિડીયોમાં એક મુસાફર તેના ચશ્મા ઉતારીને બીજા મુસાફરને મારવાનું શરૂ કરતો બતાવે છે, તેના મિત્રો પણ આ બોલાચાલીમાં જોડાય છે. બીજો માણસ વળતો પ્રહાર કરતો નથી અને માત્ર પોતાના પરના હુમલાને રોકવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું લાગે છે. ફ્લાઇટ એટેન્ડન્ટ બંનેને અલગ કરવાનો પ્રયાસ કરે છે. સહ-યાત્રીઓ અને ફ્લાઇટ એટેન્ડન્ટ માણસને થોભવા અને શાંત થવા વિનંતી કરતા સાંભળી શકાય છે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

Related posts

Vande Bharat Sleeper train: વંદે ભારત સ્લીપર ટ્રેનનો ફર્સ્ટ લુક સામે આવ્યો,ટ્રેનમાં જલદી જોવા મળશે સ્લીપર કોચ;જાણો ક્યારથી કરી શકાશે તેમાં સફર

KalTak24 News Team

ઈન્ડિગોની ફ્લાઈટમાં હોબાળો/ ઇન્ડિગો ફ્લાઇટમાં ઘોષણા કરી રહેલા પાયલટ સાથે પેસેન્જરે કરી મારઝૂડ,વીડિયો થયો વાયરલ..

KalTak24 News Team

Viral Video: કેમ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે ‘Chin Tapak Dam Dam’;જુઓ કેટલાક વાયરલ શાનદાર મીમ્સ

KalTak24 News Team
Advertisement