વાયરલ(Viral): સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર સાપને લઈને અનેક વિડીયો(Video) જોવા મળે છે. આમાંથી કેટલાક વિડીયો રુવાડા બેઠા કરી દે છે, જ્યારે કેટલાક આશ્ચર્યજનક છે. જો કે વિશ્વભરમાં સાપ(Snake)ની ઘણી પ્રજાતિઓ છે, જેમાંથી કેટલાક વિશે આપણે જાણીએ છીએ, જ્યારે કેટલાક હજુ પણ આપણા માટે અજાણ છે. જ્યાં એક તરફ કેટલાક લોકો સાપને જોઈને ધ્રૂજી જાય છે, તેનું નામ લેતા જ અમુક તો ડરી જાય છે. આજે અમે તમને એવો જ એક વિડીયો(Snake In Mouth video) બતાવવા જઈ રહ્યા છીએ, જેમાં એક મહિલા(Women)ના પેટમાંથી સાપને બહાર કાઢવામાં આવી રહ્યો છે.
ઉંઘતી છોકરીના મોમાં 4 ફૂટનો સાપ ઘૂસી ગયો
સાપને જોઈને લોકો દૂર ભાગવાની કોશિશ કરે છે, પરંતુ ઉંઘતી મહિલાના મોઢામાં 4 ફૂટનો લાંબો સાપ ઘૂસી ગયો હતો. એક રશિયન મહિલાના મોંમાંથી ડોક્ટરે ઓપરેશન થિયેટરમાં સર્જિકલ સાધનોની મદદથી 4 ફૂટના સાપને કાઢવામાં આવ્યાનો એક ભયાનક ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ(viral) થયો છે. જ્યારે મહિલા પલંગ પર સૂવા ગઈ ત્યારે 4 ફૂટ લાંબો સાપ તેના મોંમાં ઘુસી ગયો અને તેના ગળામાં ઉતરી ગયો.
Medics pull 4ft snake from woman’s mouth after it slithered down there while she slept. pic.twitter.com/oHaJShZT3R
— Fascinating Facts (@FascinateFlix) November 12, 2022
હાલમાં જ આવા જ એક સાપનો હચમચાવી દે તેવો વિડીયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા પણ રુવાડા બેઠા થઇ જશે. આ હેરાન કરી દે તેવા વિડીયોમાં ડૉક્ટરોની ટીમ સર્જરી દ્વારા મહિલાના મોંમાંથી એક ખતરનાક અને લગભગ 4 ફૂટ લાંબા સાપને બહાર કાઢતી જોવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સાપ મહિલાના મોંમાં ત્યારે ઘુસી ગયો હતો જ્યારે તે ઊંઘી રહી હતી. જો કે આ વિડીયો જૂનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ફરી એકવાર તે ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
4 ફૂટ લાંબા સાપને બહાર કાઢ્યો
વીડિયો ત્યારે શરૂ થાય છે જ્યારે એક મહિલા ઓપરેશન થિયેટરમાં સૂતેલી હોય છે. અને ડોક્ટર્સ ઓપરેશન કરીને સાપ નિકાળવાના પ્રયાસો કરી રહ્યા છે. મહિલા ડૉક્ટરે દર્દીના મોંમાં સર્જીકલ સાધન નાખીને 4 ફૂટ લાંબા સાપને બહાર કાઢ્યો હતો. સાપને બહાર કાઢતાં જ ડોક્ટર પર સાપે હુમલો કરી દીધો. જોકે સાપની પહોંચ ડોક્ટર સુધી ના પહોંચી એટલે કંઈ ફર્ક ના પડ્યો. મહિલાના મોં થકી સાપને નિકાળવાનો જૂનો વીડિયો ટ્વિટર પર વાયરલ થઈ ગયો છે. 11 સેકન્ડના આ ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે ડોક્ટર બેભાન મહિલાના મોઢામાંથી સાપને બહાર કાઢે છે.
વીડિયો થઈ રહ્યો છે વાયરલ
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ડોક્ટરે મહિલાના મોંમાંથી 4 ફૂટનો સાપ કાઢ્યો. સાપ ત્યારે અંદર ઘૂસી ગયો જ્યારે મહિલા સૂતી હતી. 12 નવેમ્બરના રોજ શેર કરવામાં આવેલા આ વીડિયોને માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર લાખો લોકોએ જોયો છે. કોમેન્ટ સેક્શનમાં લોકો વીડિયો જોઈને ડરી ગયા છે. એક યુઝરે લખ્યું, ‘એટલે જ હું સૂતી વખતે મારી જાતને બ્લેન્કેટથી ઢાંકી દઉં છું. અન્ય એક યુઝરે લખ્યું, ‘આ ગાંડપણ છે, મને આશ્ચર્ય થાય છે કે કોઈ વ્યક્તિ આટલી ગાઢ નિંદ્રામાં કેવી રીતે સૂઈ શકે અને એક સાપ કોઈના મોંમાં ઘૂસી જાય.
40 હજાર લોકોએ લાઈક કર્યો
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર ફેસિનેટિંગ ફેક્ટ્સ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જો કે આ વીડિયો જૂનો છે, પરંતુ ફરી એકવાર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ જોઈ રહ્યા છે અને શેર કરી રહ્યા છે. 11 સેકન્ડના આવિડીયોમાં ડોક્ટરો બેભાન મહિલાના મોંમાંથી સાપને બહાર કાઢતા જોવા મળે છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 1.9 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. સાથે જ આ વિડીયોને 40 હજાર લોકોએ લાઈક કર્યો છે. વિડીયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘ડોક્ટરે મહિલાના મોંમાંથી 4 ફૂટનો સાપ બહાર કાઢ્યો. મહિલા સૂતી હતી ત્યારે સાપ અંદર ઘુસ્યો હતો.
સોશિયલ મીડિયામાં આ પ્રકારના અનેક વિડીયો અવારનવાર વાયરલ થતા રહેતા હોય છે. જેને જોઇને સૌ કોઈના રુવાડા બેઠા થઈ જાય છે. ત્યારે આ સાપ વાળો વિડીયો સૌ કોઈને હેરાન કરી દે તેવો છે. હાલમાં આ વિડીયો ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે. લોકો પોતાના જુદા-જુદા અભિપ્રાયો આપી રહ્યા છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV
વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp