December 18, 2024
KalTak 24 News
Viral Video

બુટ હલાવતા જ નીકળ્યો કોબ્રા, પછી આ રીતે ફેન ફેલાવીને નીકળ્યો,જુઓ વાયરલ વિડિયો

સોશિયલ મીડિયા પર કોબ્રાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જૂતાની અંદર કોબ્રા કેવી રીતે છુપાયેલો છે તે જોઈ શકાય છે. એ તો સદ્ભાગ્ય હતું કે પહેરનારે છેલ્લી ઘડીએ તે સાપને જોયો, નહીંતર થોડીક ગફલતથી કોઈકનો જીવ જતો રહ્યો હોત. આ પછી પરિવારના સભ્યોએ તરત જ સ્નેક રેસ્ક્યુ ટીમને જાણ કરી, ત્યારબાદ કોબ્રાને જૂતામાંથી બહાર કાઢવામાં આવ્યો. આ ઘટના કર્ણાટકના મૈસુરની છે, જેનો વીડિયો હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જણાવી દઈએ કે જેવો જ વ્યક્તિ ઘરની બહાર આવ્યો અને જૂતા પહેરવા લાગ્યો ત્યારે તેની નજર કોબ્રા પર પડી. આ જોઈને તે ડરીને ચીસો પાડવા લાગ્યો. તેની બૂમો સાંભળીને પરિવારજનો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. જ્યાં કોબ્રાને જોઈને સૌના હોશ ઉડી ગયા હતા. આ પછી પરિવારના સભ્યોએ તરત જ સાપ પકડનારને ફોન કર્યો.

વાયરલ થઈ રહેલી ક્લિપમાં તમે જમીન પર પડેલા બુટ જોઈ શકો છો. કૅમેરા ઝૂમ ઇન થતાં, બુટની અંદર એક કોબ્રા દેખાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેસ્ક્યૂ ટીમના જૂતાને હલાવવાની સાથે જ કોબ્રા તરત જ પોતાનો ફેન ફેલાવીને ઊભો થઈ જાય છે.

આ ચોંકાવનારો વીડિયો ટ્વિટર પર @bharathircc નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘કર્ણાટકના મૈસૂરમાં જૂતાની અંદર છુપાયેલા કોબ્રા સાપનો ચોંકાવનારો વીડિયો.’

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

VIDEO: અમરેલીના લીલીયાના-અંટાળીયા ગામના માર્ગ પર 8 સિંહોનું ટોળું નીકળ્યું લટાર મારવા,બસમાં સવાર મુસાફરોને સિંહ દર્શનનો લાભ મળ્યો

Mittal Patel

સુરેન્દ્રનગરની સભામાં 7 વર્ષની બાળકીથી કેમ પ્રભાવિત થયા વડાપ્રધાન?,જુઓ વાયરલ વીડિયો

Sanskar Sojitra

પેસેન્જરે એર હોસ્ટેસને કહ્યું ‘નોકર’,તો એર હોસ્ટેસે સંભળાવ્યું – હું કર્મચારી છું, તમારી નોકર નથી-વીડિયો વાયરલ

KalTak24 News Team
Advertisement