December 18, 2024
KalTak 24 News
Viral Video

કલયુગમાં પહેલીવાર જીવતો જોવા મળ્યો જટાયુ ! રૂપ જોઈને લોકોએ વન વિભાગને જાણ કરી ટીમને બોલાવી પડી

ઉત્તર પ્રદેશમાંથી (Uttar Pradesh) એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચાર સાંભળ્યા પછી ઘણા લોકોને વિશ્વાસ નથી કરી રહ્યાં. આવું જ એક પક્ષી કાનપુરના બેનઝાબાર વિસ્તારમાં જોવા મળ્યું છે. જેને લોકો રામાયણ કાળ સાથે જોડી રહ્યા છે. આ પક્ષીને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

બેનઝાબર ઈદગાહ કબ્રસ્તાન પાસે એક દુર્લભ હિમાલયન ગ્રિફોન ગીધને (Himalayan Griffon Vulture) બચાવી લેવામાં આવ્યું હતું. જો તમે આ પક્ષીને જુઓ તો તે જટાયુ જેવું લાગે છે. આ પક્ષીને 15 દિવસની ક્વોરેન્ટાઈન માટે એલન ફોરેસ્ટ ઝૂની વેટરનરી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું છે.

15 દિવસ માટે ક્વોરેન્ટાઈન માટે મોકલવામાં આવ્યું :

જિલ્લા વન અધિકારી શ્રદ્ધા યાદવે જણાવ્યું કે ગીધને 15 દિવસ માટે ઝૂ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. બેનઝાર વિસ્તારમાં વધુ એક ગીધ છે. તેની શોધ ચાલી રહી છે. પ્રાણીસંગ્રહાલયના પશુચિકિત્સક ડો. નાસીર ઝૈદીએ જણાવ્યું કે પકડાયેલા હિમાલયન ગીધને હોસ્પિટલના પરિસરમાં અન્ય પક્ષીઓથી અલગ રાખવામાં આવ્યો છે. તેનું વજન લગભગ 8 કિલો છે. એમ તેમણે જણાવ્યું હતું. ડોક્ટરોની ટીમ દુર્લભ ગીધ પર નજર રાખી રહી છે. પ્રાણી સંગ્રહાલયમાં પહેલેથી જ ચાર હિમાલયન ગ્રિફોન ગીધ છે.

એક યુવકે જણાવ્યું હતું કે, ‘ગીધ અહીં એક અઠવાડિયાથી હતું. અમે તેને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ ન થયા. અંતે, જ્યારે તે નીચે આવ્યું ત્યારે અમે તેને પકડી લીધું.’

પક્ષીની પાંખો ફેલાવીને તેને ‘ભવ્ય ગરુડ’ જેવો દેખાવ આપતા સ્થાનિક લોકોએ તેની સાથે કેટલાક ફોટા અને વીડિયો શેર કર્યા હતા.

ગીધ ઊડી શકે તેવી સ્થિતિમાં નથી :

કેટલાક લોકોએ તેને બેનજબાર ઈદગાહ કબ્રસ્તાનમાં જોયું આ ગીધ ઉડી શકતું ન હતું. જે બાદ તેણે તાત્કાલિક વન વિભાગને આ અંગે જાણ કરી હતી. ગ્રિફોન ગીધ હિમાલય અને આસપાસના તિબેટીયન ઉચ્ચપ્રદેશમાં જોવા મળે છે. આ પ્રજાતિ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ, 1972 હેઠળ સુરક્ષિત છે.

હિમાલયન ગ્રિફોન એ બે સૌથી મોટા ઓલ્ડ વર્લ્ડ ગીધ પૈકીનું એક છે અને તે સામાજિક પક્ષીઓ છે, જે મોટાભાગે મોટા ટોળાઓમાં જોવા મળે છે. તેઓ સામાન્ય રીતે મૃતદેહને ખાય છે અને કેટલીકવાર મૃત પ્રાણીને ખાતા પહેલા થોડા દિવસો સુધી રાહ જોતા હોય છે. તેઓ સામાન્ય રીતે માંસલ ભાગોને ખાતા હોય છે. આ પક્ષીની પ્રજાતિ લુપ્ત થવાની એની પર છે તેથી તેને ‘લુપ્ત થતી પ્રજાતિ’ની શ્રેણીમાં છે અને જોખમી પ્રજાતિઓની રેડ લિસ્ટમાં પણ છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.

https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB

દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.

Related posts

બુટ હલાવતા જ નીકળ્યો કોબ્રા, પછી આ રીતે ફેન ફેલાવીને નીકળ્યો,જુઓ વાયરલ વિડિયો

KalTak24 News Team

MPમાં એક મહિલાને ચાલુ ડાન્સમાં આવ્યો હાર્ટ એટેક,સ્ટેજ પર જ મોત-જુઓ Viral Video

KalTak24 News Team

VIRAL VIDEO : ફ્લાઈટમાં પતિ-પત્ની વચ્ચે મારામારી,ગભરાયેલા પતિએ એરહોસ્ટેસને બચાવવાની કરી અપીલ

KalTak24 News Team
Advertisement